Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
२४
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
ગર્ભના પ્રભાવથી માતાને મુનિની માફક સારા-સારા તેનું આચરણ કરવાનું મન થયું. બાદ ગર્ભનું યથાયેગ્ય રીતે પરિપાલન કરતાં પદ્માવતીદેવીએ જ્યેષ્ઠ માસની કૃષ્ણ અષ્ટમીએ શ્રવણ નક્ષત્રમાં કૂર્મ(કાચબા)ના લક્ષણ( લાંછન)વાળા પુત્રરત્નને જન્મ આપ્યો. તે સમયે દરેક તીર્થકરેના જન્મ સમયે કરે છે તે માફક છપ્પન દિકુકુમારિકાઓએ આવી સૂતિકર્મ કર્યું. શકેદ્ર તેમને સનાત્રાભિષેક કરવા મેરુપર્વત પર લઈ ગયા અને ત્યાં શકેંદ્રના ઉલ્લંગમાં બેઠેલ પરમાત્માને બાકીના ત્રેસઠ ઇંઢોએ પવિત્ર જળવડે જન્માભિષેક કર્યો. બાદ પ્રભુને ઈશાનેદ્રના ખોળામાં આપી શકે ચાર વૃષભના શૃંગદ્વાર પડતી દૂધની ધારાવડે અભિષેક કર્યો. પછી પ્રભુને પૂછ, ચચી તેમજ પ્રાર્થના કરી તેમને માતા પાસે પુનઃ સ્થાપવામાં આવ્યા.
પ્રાતઃકાળે પુત્રજન્મ થયાના સમાચાર મળતાં અંતઃપુરમાં તેમજ રાજધાનીમાં હર્ષનાં પૂર ફરી વળ્યા. સુમિત્ર રાજાને હર્ષ હૃદયમાં પણ ન સમાયા. તેમણે જન્મમહોત્સવ ઉજવવા ફરમાન બહાર પાડી કારાગૃહના દ્વાર ખુલ્લા મૂકી ( સર્વ કેદીઓને છોડી મૂક્યા) દીધા, દીન-દરિદ્ર જનોને યથેચ્છિત દ્રવ્ય આપ્યું. નિરાધાર ને નિરાશ્રિતને સાધન-સગવડ આપી. સર્વત્ર “અમારીની ઉદ્દઘોષણા કરાવી અને પરજને પણ પોતાને જ આંગણે મહત્સવ થતું હોય તેવી ઊલટથી તેમાં ભાગ લીધો. પ્રભુ ગર્ભમાં આવતાં જ માતા સારા વ્રતની ઈચ્છાવાળા થયેલા હોવાથી તેને અનુલક્ષીને માતાપિતાએ બારમે દિવસે યથાર્થ શ્રી મુનિસુવ્રત એવું તેમનું નામ પાડયું. પ્રભુનું નામ-સ્મરણ પણ કલ્યાણકારક છે તે તેમને પ્રત્યક્ષ સદ્ભાવ મંગળમય નીવડે તેમાં આશ્ચર્ય શું?
ચંદ્ર-કળાની માફક પ્રતિદિન વૃદ્ધિ પામતા શ્રી મુનિસુવ્રત કુમાર બાલક્રીડા કરતાં કરતાં ક્રમશઃ વનવય પામ્યા. પુત્રને પાણિગ્રહણ મહોત્સવ એ માત-પિતાને મન અનુપમ હા હોય છે
તેથી રાજવી સુમિત્રે પુત્રને ચગ્ય કન્યારત્નની તપાસ કરવી શરૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com