Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
પ્રજ્યા ને કેવળજ્ઞાનપ્રાપ્તિ ] »
૨૩
શાંત અને મિલનસાર સ્વભાવને અતિશય દીપાવતા. સુવર્ણમાં રત્નમાણિકયના સ્થાપનથી જેમ તે બંને પદાર્થની મૂલ્યતામાં વધારે થાય તેમ પદ્માવતી સાથેના રાજાના પાણિગ્રહણથી તેઓ બંનેનું મૂલ્ય અમૂલય જ ગણાતું. પદ્માવતી વિશેષ ધર્મપરાયણ રહેતી. પ્રતિદિન જિનમંદિર જવું, અવકાશને સમય શાસ્ત્રાધ્યયનમાં કે ધર્મચર્ચામાં ગાળા એ લગભગ તેને નિત્યક્રમ હતો. પ્રસંગે પ્રસંગે ઉપાશ્રયે જઈ તે સુશીલ અને સદાચરણ સાધ્વીઓને સંસર્ગ કરતી. આ રીતે રાજા સુમિત્ર સાથે સાંસારિક ભોગવિલાસ ભોગવતાં તેને સમય સુખમય પસાર થવા લાગ્યા.
એકદા અનુસ્નાન કર્યા બાદ સુખપૂર્વક સૂતેલી રાણી પદ્માવતીએ શ્રાવણ માસની પૂર્ણિમાએ રાત્રિના પ્રાંતભાગમાં એક એક પછી એક એમ ચોદ દિવ્ય સ્વપ્ન નિહાળ્યા. ચૌદ# સ્વપ્ન નીહાળતાં જ તે જાગૃત થઈ ગઈ અને રાત્રિને શેષ સમય ધર્મધ્યાન અને તેત્રસ્મરણમાં ગાળે. ઉચિત સમય થતાં જ તેણે પિતાના સ્વામીને જાગૃત કરી આ હકીકત કહી સંભળાવતા સુમિત્ર રાજવીએ હર્ષપૂર્વક કહ્યું કે “આ સ્વપ્નના પ્રભાવથી તમને શ્રેષ્ઠ લક્ષણવાળે પુત્ર થશે.” તે જ કથનને યથાર્થ કરતા હોય તેમ પ્રાણુત દેવલોકમાં રહેલ સુરક રાજવીને જીવ ઍવીને પદ્માવતીની કુક્ષીમાં અવતર્યો.
* હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મીદેવી, ફૂલની માળા, ચંદ્ર, સુર્ય, ધ્વજા, કળશ, પદ્યસરવર, રત્નાકર, વિમાન, રત્નરાશિ અને નિર્ધમ અગ્નિ. આ ચૌદ સ્વપ્ના દરેક તીર્થકરની માતા જુએ છે. ચક્રવતની માતા આ જ ચોદ ને કાઇક ઝાંખા જુએ છે.
* આ હિસાબે ગણુતાં ૧ સુરએ રાજા, ૨ પ્રાણુત દેવલોકે દેવ અને ૩ શ્રી મુનિસુવ્રતસ્વામી એ પ્રમાણે ત્રણ ભવ થાય, પરંતુ શ્રી, સપ્તતિશતસ્થાના પ્રકરણમાં નવ ભવ જણાવેલ છે તે આ પ્રમાણે–૧. શિવકેતુ, ૨ સૌધર્મ દેવલોકે દેવ, ૩ કુબેરદત્ત, ૪ ત્રીજે સનકુમાર દેવકે દેવ, ૫ વજકંડલ રાજા, હું બ્રહ્મદેવલા દેવ, ૭ શ્રીવર્મા રાજા, ૮ અપરાજિત
વિમાને દેવ અને ૯ શ્રી મુનિસુવ્રતસ્વામી. આ મતાંતર સમજવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com