Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
વિભાગ બીજો.
પ્રકરણ ૧ લું શ્રી મુનિસુવતરવામીનાં પૂર્વભવે
આ જંબુદ્વીપના પશ્ચિમ વિદેહમાં રહેલા ભારત નામના વિજયને વિષે ચંપા નામની એક વિશાળ નગરી હતી. સ્વર્ગ લેકની અમરાવતીની સ્પર્ધા કરનાર તે નગરીમાં ઇદ્ર સરખો પ્રતાપી સૂરણ નામને રાજવી રાજ્ય કરતા હતા. વિધાતાએ તેનામાં શૂરવીરતા સાથે શાંત સ્વભાવ ને નિરભિમાનપણાના ગુણોનું આરોપણ કર્યું હતું. તેનું પ્રચંડ ભુજાબળ માત્ર સાંભળીને જ મહારથી ગણાતા અન્ય મહારાજાએ તેના માંડ લિક રાજાએ બની ચૂકયા હતા. તે સુરણ રાજવી એટલે નિસ્પૃહી હતું કે પિતાના ખંડિયા રાજાઓ પાસેથી આજ્ઞા
સ્વીકાર માત્રથી સતેષ માનતે અર્થાત કંઈ પણ ખંડણી ગ્રહણ ન કરતે. આ ઉપરાંત પ્રજાકલ્યાણ અને પ્રજાવાત્સલ્યની ભાવના તેની નસેનસમાં પ્રતિદિન વહેતી, કારણ કે તે પોતે જ સારી રીતે જાણતા હતા કે-gifવાનાં ગFIT: નાના ઘરાના કઇ રાજવી દાનવીર હાય. કઈ રણવીર હોય, કોઇ આચારવીર હોય અને કેઈ ધર્મવીર હોય, પરંતુ આ સુરણ રાજવી તે ચારે ગુણેના સ્થાનરૂપ હતે. કોઈપણ યાચક જન તેમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com