Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
૨૦.
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
પાસેથી ખાલી હાથે પાછો ન ફરતે તેથી દાનવીર, રણસંગ્રામમાં તેમના ધનુષ્યના ટંકારમાત્રથી જ ભલભલા એધાઓના ગાત્રો શિથિલ થઈ જતા તેથી તેમજ તેમણે પિતાના એકછત્રી રાજ્ય નીચે ઘણે ભૂપ્રદેશ આ હોવાથી રણવીર, આવાઃ પ્રથમ ધ એ ન્યાયને અનુસરી પિતાનું વર્તન શુદ્ધ હેવાથી આચારવીર અને આ સર્વ ઉપરાન્ત જૈન ધર્મ પ્રત્યે અપૂર્વ અને અચળ શ્રદ્ધા કહેવાથી તેમજ જૈનશાસનની પ્રભાવના વૃદ્ધિગત થાય તેવા મહોત્સવ વારંવાર જતો હોવાથી ધર્મવીર પણ હતે. આવી રીતે તેનામાં અનેક ગુણોએ વાસ કર્યો હતે.
તેમના શાસન નીચે પ્રજા નિભય અને સ્વતંત્ર હતી. પ્રજા પણ તેમનું પિતૃવત્ સન્માન કરતી. વિજયાદશમી કે એવા મહત્સવ પ્રસંગે ભાવભીના હૃદયથી એવું સ્વાગત કરતી કે જે જોઈને ઇંદ્ર સરખાને પણ તેની ઈર્ષ્યા થાય. આવી રીતે સાંસારિક ભેગવિલાસ ભોગવતે તેમજ ધર્મકાર્યમાં રક્ત રહેતે સુરણ રાજવી પિતાના દિવસો વ્યતીત કરવા લાગ્યા.
એવામાં એકાદ એક સંતપુરુષને સમાગમ થયે. નંદન નામના સાધુવર્યના પ્રથમ પરિચયે જ તેમના હૃદય પર ઊંડી અસર થઈ. નંદન મુનિવરે વૈરાગ્યવાહિની દેશના આપી. સુરણ રાજવીને આ સાંસારિક ભેગવિલાસે પરિણામે રોગકર્તા જણાયા, આયુ તૃણુના અગ્રભાગ પર રહેલ જળબિંદુ જેવું અસ્થિર લાગ્યું અને સંપત્તિ-લકમી વીજળીના ચમકારા જેવી ચંચળ જણાઈ. સદ્ભાગ્યને કારણે જ નંદન મુનિને પિતાને પરિચય થયે છે એમ માની તેણે તેમને વિશેષ ને વિશેષ પરિચય શરૂ રાખે. જેમ જેમ રાજવીને બેધ વધતો ગયો તેમ તેમ તેને તેના અમૃતસ્વાદની વિશેષ ઝંખના થવા લાગી. હવે તે તે કર્મના ઊંડા ને ગહન નિયમો અને તેની પ્રકૃતિ આદિની ગુરુ સાથે ચર્ચા
કરતે. દીઘ ગુરુ-સહવાસથી તેને સંસારની અસારતા પૂરેપૂરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com