Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
પશ્ચાત્તાપ ને પરિણામ] * ગુન્હાની ક્ષમા માગવાને નિર્ણય કર્યો તેવામાં રાજમહેલના વિશાળ માર્ગ પર ચીંથરેહાલ હાલતમાં વરકુવીંદ તેઓ બંનેની નજરે પડ્યો. તેની પાછળ છોકરાઓનું મોટું ટોળું હતું. કેટલાક ટીખલપ્રેમી છોકરાએ તેને પત્થર મારી હેરાન કરતા હતા છતાં પણ વિરકુવીંદ તે “વનમાળા વનમાળા.વનમાળા” ના નામની એક માત્ર ધૂનમાં આગળ વધ્યે જતા હતા. આ દશ્ય જોઈ વનમાળાને ઘણું જ લાગી આવ્યું. એકદમ આઘાત થવાથી તેને મૂર્છા આવી ગઈ. રાજાએ શીપચાર કરાવતાં અલ્પ સમય બાદ તેની મૂચ્છ વળી અને તે સચેત બની. રાજાએ શાંત ચિતે આશ્વાસન આપ્યું અને રાજા અને વનમાળા બને નીચે વિરકુવીંદ પાસે જવા તૈયાર થયા. દાસ-દાસી અને પરિજન વર્ગઉભયના અચાનક પરિવર્તનથી અચંબે પામ્યા. બંને જણ રાજમહેલની સીડી ઉતરી વિરકુવી ની પાસે જવા લાગ્યા, પણ માનવની ઈચ્છા કયારે પૂર્ણ થઈ છે?તે ધારે છે કોઈ ને કુદરત કરે છે કાંઈ. તીર્થકર જેવા ત્રિલોકનાથ પુરુષોત્તમને પણ કમવશ થવું પડે છે તે સામાન્ય પ્રાણગણનું તે પૂછવું જ શું? શુભ ધ્યાનધારાએ ચઢી સુમુખ અને વનમાળા ચાલ્યા આવે છે તેવામાં અચાનક વીજળી તે બંને પર પડી અને વરફવદના ચરણે જઈ તેની માફી માગે તે પહેલાં જ વનમાળા અને સુમુખ રાજવીના પ્રાણ ત્યાં ને ત્યાં જ પરલોકપ્રયાણ કરી ગયા.
મહાત્મા તુલસીદાસે ખરું જ કહ્યું છે કેતુલસી હાય ગરીબકી, કબું ન ખાલી જાય; મુઆ ઢરકે ચામસે, લેહા ભસ્મ હો જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com