Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
પ્રકરણ ચાથુ ‘હરિવંશ’ ની ઉત્પત્તિ
પરસ્પરના સ્નેહને કારણે તેમજ છેવટની જીભ લેસ્યાને કારણે વિદ્યુત્પાતથી મૃત્યુ પામેલા સુમુખ રાજવી અને વનમાળા હરિષ ક્ષેત્રમાં યુગલિયા તરીકે ઉત્પન્ન થયા, કે જ્યાં નિર્ તર ખીજા આરાના પ્રારંભના ભાવ વતે છે. ત્યાંના યુગલિકનું એ પલ્યાપમનું આયુ ને બે ગાઉનું શરીર હેાય છે. માતપિતાએ તેમનાં હિર અને હિરણી એવાં નામ પાડ્યા. યુગલિક ધર્મનું પાલન કરતાં અને દશ પ્રકારના કલ્પવૃક્ષદ્વારા મનાવાંછિત પ્રાપ્ત કરતાં તેઓ બંને દેવની માફક દિવ્ય સુખ ભાગવતાં ભાગવિલાસમાં સમય વ્યતીત કરવા લાગ્યા.
આ માજી વિદ્યુત્પાતથી વનમાળા તથા સુમુખ રાજાનુ મૃત્યુ નીહાળી વીરકુવીદને હવે કોઈને માટે પરિભ્રમણ કરવાનું રહ્યું નહિ. સંસારમાં તેને રસ રહ્યો ન હતા. છેવટે તેણે જંગલમાં જઈ ઉગ્ર તપશ્ચર્યા આદરી અને ચાગ્ય સમયે આયુ પૂર્ણ કરી તે સૌધમ દેવલાકમાં કિલ્બિષિયા દેવપણે ઉત્પન્ન થયા. ઉત્પન્ન થતાં જ તેણે વિભગજ્ઞાનદ્વારા પોતાના પૂર્વભવ જાણ્યા અને તેની સાથે જ તેના હિર અને હિરણી તરીકે જન્મેલા સુમુખ રાજવી અને વનમાળા પ્રત્યે વૈરાગ્નિ ભભૂકી ઊઠ્યો. તેણે પેાતાના વેરના બદલે લેવાના નિર્ણય કર્યો અને હરિવર ક્ષેત્રમાં આવી પહોંચ્યું.
હિર અને હરિણી યુગલીયાનું આયુષ્ય હજી વિશેષ હતુ એટલે તેના સંહાર કરવાની ઇચ્છાથી આવેલ વીરકુવી'દના જીવને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com