Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
વનમાળા રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરી ચૂકી. લાંબા વિરહને અંતે એકઠા થયેલા પ્રેમીઓ જેમ એકમેક થઈ જાય તેમ વિરહાતુર વનમાળા અને સુમુખ રાજવી બહારની દુનિયા ભૂલી જઈને ઉત્તમ ભેગવિલાસમાં રક્ત બન્યા. અપ્સરા તુલ્ય વનમાળાના સૌંદર્ય પાછળ સુમુખ રાજવી, ભ્રમર જેમ કમળસુવાસ પ્રત્યે બીજું બધું ભૂલી જઈએકતાર થઈ રહે છે તેમ, વનમાળાથી એક ક્ષણ પણ વિખૂટો પડતો નહિ. અન્ય પટ્ટાણુઓ વનમાળાના અંતઃપુર-પ્રવેશને અંગે ઈર્ષ્યાગ્નિથી બની જતી હતી પરંતુ
જ્યાં રાજા પિતે જ તેને પૂર્ણપણે આધીન બની ગયા ત્યાં શું થાય? છતાં પણ તેઓ તેના છિદ્રો શોધવાની તક જતી ન કરતી. વનમાળાએ પિતાના માધુર્યયુક્ત વચનેથી, પ્રેમપૂર્ણ વાર્તાલાપથી અને અનન્ય સેવાભાવથી રાજાને પૂર્ણ ચાહ મેળવી લીધો. રાજા પાણી પીને તે પણ વનમાળાના હાથથી જ. શ્રુધાતૃપ્તિ કરતે તે પણ વનમાળાના હસ્તથી જ. આ પ્રમાણે પૂર્ણ વિલાસસુખ માણતાં આ બંને પ્રેમી પંખીડાને કયાંથી ખબર હોય કે તે બંનેના સંગથી એક ગરીબ વણકરના સંસારરૂપી વનમાં દાવાનળ લાગી ચૂક્યો હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com