Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
પશ્ચાત્તાપ ને પરિણામ ] »
૧૩ પશ્ચાત્તાપમાં પલટાવા લાગી. વીરકુવદના ચરણોમાં પડી પોતાના અપરાધની માફી માગવા મન થયું પણ પિતાની નિરાધાર સ્થિતિમાં તે વીરકુવીંદ પાસે જઈ પૂર્વવત પિતાનો સંસાર શરૂ કરી શકે તેમ નહોતું. આમ છતાં તેનામાં એટલું પરિવર્તન થયું કે–રાજા પ્રત્યે પ્રેમ થઈ ગયે, નૂતન ભોગવિલાસ ભયંકર લાગવા લાગ્યા અને વૈભવી મહેલ તેને ભૂતાવળ જે જવા લાગ્યો. જે વનમાળા પહેલા સુમુખ રાજવી પ્રત્યે સ્નેહભરી નજરે નીહાળતી તેને બદલે હવે રાજવી તેને આંખના કણાની માફક ખૂંચવા લાગ્યા.
સુમુખ રાજવીને પણ વનમાળાનું પરિવર્તન જણાઈ આવ્યું. ભાગ્યાનુગે તેને તેમાં વનમાળાના બદલે પિતાને જ દોષ માલુમ પડ્યો. જો કે વનમાળાનું અપહરણ ચાલાકીથી કરવામાં આવ્યું હતું, એટલે વિશેષ કળાહળ નહોતો થયો, પણ વીરકુવીંદના ગલી-ગલીએના પરિભ્રમણથી પ્રજાજનેમાં તે વાતને વિશેષ પ્રચાર થયે હતું તેમજ રાજ્યાધિકારી વર્ગમાં પણ રાજવીના આ અનુચિત વતન પરત્વે અસંતોષ અને ધિક્કારની લાગણી ઉત્પન્ન થઈ હતી. આ ઉપરાંત રાણીવાસની અન્ય પટ્ટરાણીના ઉપાલંભે પણ તેને સહન કરવા પડતા હતા. પ્રસંગે પ્રસંગે સુમતિ મંત્રીના ઉપદેશની પણ અસર થઈ. આ બધાં કારણેને અંગે સુમુખ રાજવીની વિચારશૈલીમાં અજબ પરિવર્તન થયું. વનમાળાની માફક તેને પણ પિતાની ભૂલ સમજાઈ પરન્તુ હવે શું કરવું? તેને અંગે મોટી વિમાસણ ઊભી થઈ; કારણ કે વનમાળાના અપહરણરૂપી બાણ તે ધનુષ્યમાંથી ક્યારનું ય છૂટી ગયું હતું. આટલું છતાં પણ તેણે મન સાથે મક્કમ નિર્ણય કર્યો કે યોગ્ય સમય કે સંયોગ સાંપડે કે તરત જ આ થયેલ ગંભીર ભૂલ સુધારી લેવી.
- વનમાળા અને સુમુખ રાજવી બંનેના વિચારમાં સુધારે થયે પણ એક બીજા પરસ્પર હૃદય ખોલીને સ્પષ્ટતાથી વાત કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com