Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
રંકમાંથી રાયાણ ]
»
આ બાજુ ચંચળ મનની વનમાળાની સ્થિતિ પણ રાજા કરતાં કંઈ ઓછી ગ્લાનિમય ન હતી. કામદેવનાં બાણ તેના હૃદયને પણ વધી રહ્યા હતા, પરંતુ તેના હૃદયમાં એક મોટું દુઃખ એ હતું કે પોતે એક હલકા કુલની હતી, તેને રાજા કઈ રીતે સ્વીકારી શકે? અર્થાત્ તેને પોતાના મનસુબા હવાઈ કિલ્લા જેવા જણાયા. ક્ષણમાં તેના વિચારો કરતાં કે-ના, ના, રાજા મને અવશ્ય રવીકારશે જ, કારણ કે યવાડી જતાં તેનું મન મારા પ્રત્યે પૂરેપૂરું આકર્ષાયું છે. આ બધી વિચારણાને અંતે એક પ્રશ્ન પાછે તેને મૂંઝવતું હતું કે-અમારા બંનેને સંગ થાય કેવી રીતે ? અને આ કાર્યમાં સહાયક થાય પણ કેણુ? આ વિષાદમય પ્રશ્નના ઉત્તરરૂપે તેના હૃદયમાંથી ઊંડા ખેદ સાથે નિઃશ્વાસ નીકળી જતે.
ગૃહકાર્યમાં તેનું લેશ પણ ચિત્ત ચોંટતું નહિ, તેના ચંચળ ચિત્તમાં રાજા સંબંધી વિચાર આવ્યા કરતા અને તેને અંગે તે પિતાના પતિ વિરકુવીંદને પણ ભૂલી જતી.કઈ કઈ વાર તેને પ્રેમ યાદ આવી જતા અને પિતાના વિપરીત વિચાર માટે તેને ધિકાર ઉપજતો પણ તે ક્ષણિક નીવડત અને પાછા રાજવૈભવ,સુખસાહ્યબી અને ભેગવિલાસના વિચારમાં તે રક્ત બની જતી. તેના પતિનું મરણ વિચારવમળમાં કયાંય ઘૂમરી ખાયા કરતું. વિરવિંદ ભેળા મનને માણસ હતા. આ બનાવથી તે જરા પણ પરિચિત ન હતું. તેને વનમાળાના નિત્ય કાર્યક્રમમાં અને ગૃહકાર્ય સંબંધમાં પરિવર્તન માલૂમ પડતું પણ સ્ત્રીનું હદય પારખવું એ સાગરનું માપ કરવા કરતાં પણ મુશ્કેલ છે. તે તેની વ્યથા જોઈ શકતા પણ તેનું કારણ તેને સમજવામાં આવતું નહિ. એક બે વખત તેણે વનમાળાને તેની ઉદ્વિગ્નતાનું કારણ પૂછયું પણ વનમાળાના હૃદયમાં ઘોળાઈ રહેલ વાત જીભને ટેરવે કેવી રીતે આવી શકે? સામાન્ય કારણ દર્શાવી
તે વાતને ભુલાવી દેવા પ્રયત્ન કરતી. ખરેખર અબળાનું હૃદય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com