________________ આયંબિલ ચાલુ રાખવા. એમના આ વ્રત-સંકલ્પમાં સ્થિર કેવા રહ્યા કે 12 વરસ સુધી એ પ્રમાણે ચલાવ્યું, એમાં શરીર સાવ ખલાસ થયું, છતાં વ્રત છોડ્યું નહિ તે એમાં જ મૃત્યુ પામી પાંચમા સ્વર્ગે ગયા. ઋષભસેન નગરશેઠ સમ્યગૂ દર્શનથી વિશુદ્ધ બનેલી બુદ્ધિવાળા હતા. એટલે અવસર આવ્યે કોઈની શેહ કે ભયમાં ન તણાતાં એ બુદ્ધિ પ્રમાણે જ બોલવાનું રાખેલું. સમ્યગ્દર્શનની બુદ્ધિમાં સ્થિર કાલિકસૂરિજી : કાલિકસૂરિજી મહારાજ, અનાડી ભાણેજ રાજા દત્ત જે હિંસક યજ્ઞ કરાવતો હતો એને હિંસા મૂકી દેવાનું સમજાવવા માટે આવેલા. * રાજા પૂછે “યજ્ઞનું ફળ શું?” આચાર્ય ભગવંત કહે “હિંસા.” * રાજા પૂછે ‘હિંસાનું ફળ શું ?' સૂરિજી કહે “હિંસાનું ફળ નરકગમન.' * રાજા પૂછે “તો શું હું નરકમાં જઈશ ? તો તમે ક્યાં જશો ?' * સૂરિજી કહે “સ્વર્ગમાં * રાજા પૂછે “નરકમાં જઈશ એની ખાતરી શું ?' આચાર્ય ભગવંત કહે,- “આજથી સાતમે દિવસે તારી ઘોડેસવારીમાં તારા મમાં વિષ્ટાનો કણ પડશે, અને તું મરશે.” રાજા ગુસ્સે થઈ કહે “જો એમ નહિ બને તો તમારો ઘાત કરવામાં આવશે' એમ કહી સાત દિવસ માટે સૂરિજીને મહેલમાં નજરકેદ રાખ્યા. અહીં રાજા દિવસો ગણવામાં ભૂલ્યો, સાતમાં દિવસને આઠમો દિવસ માની ખુશી થતો થતો ઘોડેસવારીએ નીકળ્યો. પણ બન્યું એવું કે એક માળી વહેલી પરોઢે ફૂલો લઈને આવતો હતો, એને રસ્તામાં જ જોરદાર હાજત લાગી, તેથી અંધારે રસ્તા પર જ સંડાસ કરેલો, ને ઉપર ફૂલો નાખી એને ઢાંકી દીધેલો ! હવે રાજાનો ઘોડો દોડતો આવી રહ્યો છે, તે ઘોડાનો પગ એ ફૂલો પર પડ્યો ને અંદર ઢંકાયેલી વિષ્ટાનો કણ ઊડીને રાજાના મોંમાં પડ્યો. રાજા વહેમાયો કે “આજે સાતમો દિવસ તો ન હોય ?" એટલે મોતના ભયથી તરત પાછો ફર્યો, પણ અહીં તો એના જુલમથી ત્રાસેલા અમલદારોએ એને જીવતો પકડી મોટી કુંભમાં પૂર્યો. આમ, કાલિકસૂરિજી મહારાજ સમ્યગ્દર્શનથી વિશુદ્ધ બુદ્ધિવાળા હતા એટલે રાજાની શરમમાં તણાયા વિના એ બુદ્ધિ પ્રમાણે ચોખી વાત એમણે કર્મ ! તારી ગતિ ન્યારી 33