________________ પરંતુ અમારો પણ ક્યારેક વિસ્તાર કરજો.” | ક્યારે આ કહેવાય ? કહો, પોતાની આંતરિક જાગૃતિ હોય કે “હું આવા દુ:ખદ સંસારમાં ખૂંચેલો છું, અને એમાંથી વિસ્તાર પામવાનો પુરુષાર્થ નથી કરતો એ મારી મહા કમનસીબી છે, ભારે અજ્ઞાન દશા છે. પરંતુ કેમે ય કરીને સંસારમાંથી છૂટવાનું થાય તો સારું;' આવું અંતરના ખૂણે પડ્યું હોય, તો આવા પોતાના સ્નેહીનો સંસારમાંથી નીકળી જવાનો ભગીરથ પુરુષાર્થ દેખે, તાત્ત્વિક સમજ દેખે, ત્યાં કહેવાનું મન થઈ જાય કે “અવસરે તમે અમારો હાથ પકડજો, બાવડું ઝાલીને અમને સંસારમાંથી ઊભા કરી દેજો.” અંતરથી આસ્તિક હોય એના આ હિસાબ છે કે, “દીક્ષાર્થી કુટુંબી, દેખીતું દેખાય કે આપણને તરછોડીને જાય છે, પરંતુ એ એના આત્માનું સુધારી લેવા જાય છે; ત્યારે મને મારા જ આત્માના હિતની પડી નથી કે પરલોકમાં મારું શું થશે ?' સાચો આસ્તિક આ વિચારે. બાકી, બહારની તો કહેવાની આસ્તિક્તા, પરંતુ ખરેખર અંદરમાં નકરી સ્વદેહચિંતા અને સ્વાર્થ-ચિંતા જ હોય, ને આત્મચિંતા જ ન હોય, એ પોતાના નહિ તો સામાના આત્માના ય હિતનો વિચાર જ શાનો કરે ? પદ્મદેવના પિતા અંતરથી આસ્તિક છે, તેથી દીક્ષિત બનેલા પમદેવના સ્વાત્મહિતના પુરુષાર્થની અનુમોદના-ઉપબૃહણા-સમર્થન કરે છે; ને પોતાના નિસ્તારની વિનંતિ કરે છે; અને સાથે કહે છે, તમો પણ વારંવારના જન્મ-મરણના તરંગોવાળો, અને વિવિધ યોનિઓમાં ભ્રમણરૂપી આવર્તવાળો, તથા કર્મરૂપી મલિન પાણીના સંચયવાળો, અને પ્રિયના વિયોગ તથા ઈષ્ટના રાગરૂપી મગરમચ્છોથી પરિવરેલો જે આ ભીષણ સંસાર-સમુદ્ર છે, તેને વિવિધ નિયમો અને તપસ્યાઓના ગૌરવવાળા શ્રમણ-ધર્મથી તરી જજો, એવી અમારી શુભેચ્છા છે, પ્રભુને પ્રાર્થના છે.” સંસારને સમુદ્ર કેમ કહે છે ? : ધનદેવશેઠ તત્ત્વબોધવાળા છે, એટલે પોતે મોટેરા તરીકે તરંગવતી પધદેવા ભલે વ્રતથી સાધુ-સાધ્વી પણ ઉંમરથી નાનડિયા હોઈ, એમને સાવધાની આપે છે કે “આ સંસારને ઓળખી લેજો. સંસાર એ ભયાનક સમુદ્ર છે. એને પાર ન કરી જઈએ ત્યાં સુધી એમાં જન્મ મરણના તરંગો ચાલ્યા જ કરે છે. તરંગો સમુદ્રમાં, ધરતી પર નહિ, એમ જન્મ-મરણ સંસારમાં છે, મોક્ષની ધરતી પર નહિ, 356 - તરંગવતી