________________ અગર બીજાનો દાખલો આપે છે કે જે સાંભળીને ખુદ સમરાદિત્યના જીવને યા અવાંતર કથાના નાયકને ભવનો ભારે ભય વ્યાપી જાય છે, અને પછી પોતે ભવના દાવાનળમાંથી મુક્ત કરાવનાર ચારિત્રમાર્ગ આદરે છે. | મેઘકુમાર વૈરાગ્ય પામીને મહાવીર પ્રભુ પાસે દીક્ષા લેવા આવે છે. ત્યારે એ પ્રભુને આ જ કહે છે, ‘ભગવન્ ! આ સંસાર-દાવાનળથી હું ત્રાસેલો છું. એમાંથી હું મહામૂલ્યવાન મારા આત્મારૂપી ઝવેરાતનો ડબો બચાવી લાવ્યો છું, મને શરણું આપો.' અલબત, આમાં એને વીર પ્રભુની દેશનાથી ભવભય લાગ્યો હતો; બાકી ભવી જીવને કોઈને કરૂણ જીવન-કથની સાંભળીને પણ ભવ ભય લાગી જાય. જેમકે યશોધર મુનિના નવ ભવોની કરુણ કથનીને સાંભળીને કેટલાય જીવોને ભવનો ભય લાગી ગયેલો. શેઠાણીને ભવભય : તરંગવતી સાધ્વીજીના રોમાંચક જીવનની વાતો સાંભળીને શેઠાણીને ભવભય લાગી ગયો, તેથી એ સાધ્વીજીને હાથ જોડીને કહે છે, સ્વામિની ! તો પછી વિષયોના કીચડમાં ખૂંચેલા અમારું શું થશે ? એ સર્વથા છોડીને તમોએ આદરેલી સાધ્વીચર્યા આદરવી એ તો અતિ અતિ દુષ્કર છે. અમારા જેવા કંગાલ પામર જીવોથી એ શે બને ? અને તદન પાપરહિત સાધ્વી-ચર્યા વિના અમારો ઉદ્ધાર પણ ક્યાં છે ? તો અત્યારે પામરતાને લીધે અમારાથી એ ન લેવાય તો શું અમારે ભવમાં ભટકતા જ રહેવાનું ? એવો સંયમમાર્ગ પામવા માટે અમારે શું કરવાનું ?" ચારિત્રની તાકાત ન હોય એ શું કરે ? : ત્યારે ત્યાં સાધ્વીજી કહે છે, “જુઓ, સાધ્વીચર્યા યાને સંયમમાર્ગ લેવાય એ તો શ્રેષ્ઠ કર્તવ્ય છે, એ લેવો જરૂરી તો છે જ, પરંતુ જેની એવી તાકાત ન હોય, એ સમ્યકત્વ મૂલક દ્વાદશ વ્રતનો ગૃહસ્થ ધર્મ પાળે, એ જતે સમયે સંયમ-ધર્મની તાકાતવાળો બની શકે છે. માટે તમે આ સમ્યક્ત્વ અને વ્રતોનો પુરુષાર્થ કરો. સાથે એ પણ કરવું જરૂરી છે કે, (1) આપણી વેશ્યા ધર્મમાં જ લાગેલી રાખવાની. (2) દિનપ્રતિદિન “સંવેગ” એટલે કે દેવગુરુ ધર્મની આરાધનામાં પ્રેમ તથા ઉલ્લાસ વધારતા રહેવાનું. ઉદ 2 - તરંગવતી