Book Title: Karm Tari Gati Nyari Tarangvati
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 368
________________ (5) (3) એનાથી શ્રદ્ધા-બળ વધારતા રહેવાનું. (4) જીવ-અજીવ વગેરે તત્ત્વોનો પરિચય વધારતા રહેવાનું; એટલે કે એનું અધ્યયન-મનન-ભાવન કરતા રહેવાનું... અહિંસાદિ પાંચ અણુવ્રતો સ્વીકારી લઈ, વ્રતો અને યોગ્ય શીલ-આચારઅનુષ્ઠાનોનો તથા ત્યાગ-તપસ્યા-શાસ્ત્રસ્વાધ્યાયનો ખૂબ અભ્યાસ રાખવાનો. તરંગવતી સાધ્વીજીના આ માર્ગદર્શને શેઠાણીનું હૈયું ભીનું ભીનું થઈ ગયું. સાથે ત્યાં બેઠેલી બીજી યુવાન સ્ત્રીઓનું હૈયું ધર્મશ્રદ્ધામાં દઢ થઈ ગયું. સાધ્વીજીનો આ વૈરાગ્યરસભર ઉપદેશ સાંભળીને એ જિનવચનથી પ્રભાવિત થઈ સંવેગ યાને મોક્ષ અને મોક્ષના સાધન પર અથાગ પ્રેમ અને શ્રદ્ધાવાળી બની ગઈ. સાધ્વીજી ત્યાંથી શિષ્યા સાથે મુકામે પાછા વળી ગયા. એકનો ધર્મ કેટલાને તારે છે ! એક તરંગવતીના જીવનને કેટકેટલાને ધર્મ તરફ આકર્ષા! એક જુગારી યા એક દારૂડિયો બીજા કેટલાયને જુગાર મા દારુમાં તાણે છે ને ? પરંતુ એમાં તો અંતે પોતે ય ખુવાર ! દુર્ગતિના ગર્તામાં પડવાનું, ને બીજાઓને ય એમાં પાડવાનું થાય. ત્યારે અહીં તરંગવતી સાધ્વીજી કેટલાયને જીવન ઉત્થાન માટે આલંબનરૂપ થઈ ગયા ! અરે ! પોતાના જીવન દરમિયાન તો પોતે કેઈના ઉદ્ધારક થયા ! એટલું જ નહિ, પરંતુ શાસ્ત્રમાં અંકિત થયેલ એમનું ચરિત્ર પણ લગભગ 2000 વર્ષથી કેટલાય હજારો લાખો ભવી જીવોને તારણહાર, બનતું આવ્યું છે. એટલે જ આ કથાના આલેખક મહાન જયોતિર્ધર ને વિદ્યામંત્રયોગના વિશારદ શાસ્ત્રકાર મહર્ષિ પાદલિપ્તસૂરિજી મહારાજ છેલ્લે ભવ્ય જીવોને સમ્યમ્ બોધ કરાવવાના હેતુથી આ ચરિત્ર રચ્યું. એ તમારા સકલ પાપને હરો, અને તમારા આત્મામાં ભગવાન જિનેશ્વરદેવ ઉપર અથાગ ભક્તિ-શ્રદ્ધા અને બહુમાન પ્રગટ કરો”... તરંગવતીના ચરિત્રનાં વિવેચનમાં જો જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય, તો તેનો મિચ્છામિ દુક્કડં. કર્મ ! તારી ગતિ ન્યારી 363

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370