________________ કરવા જેવા નથી. મનને બરાબર પાકું કરી લેવાનું, અને લેશ પણ વિરાધના ન લાગે એ રીતે પાળવાનું છે. “આ ચારિત્ર એ ત્રિલોકપતિ તીર્થકર ભગવાનનું લોકોત્તર અનુશાસન છે. જો એક સામાન્ય રાજાના પણ અનુશાસનના ભંગની મોટી સજા મળે છે, તો આ તીર્થકર ભગવાન તો ત્રણ ભુવનનાં ચક્રવર્તી મહારાજા ! એમના અનુશાસનના ભંગની સજા કેટલી મોટી હોય ? અમે તો તમને માત્ર એ પ્રભુનાં વચનથી એમનાં અનુશાસનનો રાહ બતાવીએ એટલું જ; બાકી અનુશાસન મૂળ તો ત્રિલોકનાથ તીર્થકર ભગવાનનું ફરમાવેલું છે. એને જો તમે બરાબર બજાવશો, તો તમારું મહાન કલ્યાણ થશે, ને મોક્ષમાર્ગે તમારું આગળ-આગળ અખંડ અવિરત પ્રયાણ ચાલુ રહેશે.” મહામુનિનાં વચન સાંભળીને સાધ્વી બનેલા તરંગવતી કહે છે, તરંગવતી સાધ્વી આદેશ સ્વીકારે છે : સંસારભ્રમણથી ભારે ભય પામેલી હું આપના આદેશને બરાબર પાળીશ.” એમ કહી પછી એ સાધ્વીઓને વંદના કરે છે, અને છેલ્લે સાધુ બનેલ પોતાના પ્રિય સાર્થવાહપુત્ર પધદેવમુનિને પણ વંદના કરે છે. એ પણ હવે ધર્મતેજથી દીપી રહ્યા છે; કેમકે એમને તરંગવતી પરનો કામરાગ પણ નષ્ટ થઈ ગયો છે. આનંદઘનજી મહારાજ એ જ કહે છે, “નારી નાગિણીકા જસ નહિ પરિચય, સો સાહિબકા પ્યારા.” ભગવાનને પ્યારો કોણ થઈ શકે ? તો કે જેને નારીનાગણનો પરિચય નથી, એટલે જેને એના પ્રત્યે લેશ પણ આકર્ષણ નથી, આસક્તિ નથી, મમત્વ નથી, એ પ્રભુને પ્યારો થાય; પ્રભુ એને ખેંચી રાખે, એટલે મન પ્રભુમાં ગયા કરે. આ માટે નારીનું આકર્ષણ જ ખતમ કરવું પડે. તો જ મન નારીમાં જતું અટકે. નહિતર તો મન આકર્ષણ-આસક્તિ હોય ત્યાં જાય છે. હવે પદ્મદેવ મુનિને ભગવાનનું જ આકર્ષણ છે, પ્રેમ-આસક્તિ લાગી છે, પછી તરંગવતી સાધ્વી વંદના કરે એમાં રાગનું મન જ ક્યાંથી રહે ? તેમજ તરંગવતી સાધ્વીને પણ હવે વીતરાગ ભગવાનનું આકર્ષણ છે, મમત્વ છે, તેથી મન પદ્મદેવ મુનિમાં શાનું જાય ? તો પછી એમને વંદન કેમ ? તો કે સંયમજીવનની વિધિ, કે વડીલને વંદના કરવી જોઈએ, એ હિસાબે વંદના કરે છે. 360 - તરંગવતી