Book Title: Karm Tari Gati Nyari Tarangvati
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 364
________________ સંસારના હરખ અને રુદન ધર્મ-પરમાર્થની અજ્ઞાનતાના કારણે થાય છે. નહિતર ધર્મનાં રહસ્ય જાણવા પર તો સંસારની નાશવંત વસ્તુ પર હરખ શા કરવાના હોય ? કે રોદણું શાનું કરવાનું હોય ? સંસારની મનગમતી ગમે તેવી વસ્તુ મળી અને હરખા હરખા થઈ જાઓ, પરંતુ અંતે એનો વિયોગ જ થવાનો છે; તો હરખ કરેલો શો કામ લાગ્યો ? ઊલટું સંયોગમાં જો વધારે હરખ, તો વિયોગમાં વધારે રુદન થવાનું. એ સૂચવે છે બાહ્યના હરખ શા કરવા ? હરખ હજી થાય, તો ધર્મની કોઈ સિદ્ધિ થવા પર થાય, અગર તારણહાર ધર્મસાધના મળવા પર થાય. બાહ્યના હરખ શા ? તરંગવતી સાધ્વીજી શેઠાણીને આ કહી રહ્યા છે કે સગાઓને તો અમારો વિયોગ થવાથી રોવું આવ્યું, પરંતુ જે ત્યાં, બહુલોક એકત્રિત થઈ ગયેલ એ અમારા મહાવૈભવ અને કુટુંબ પરિવારનો ત્યાગ દેખીને ચકિત થઈ ગયો કે “અરરર ! આ શી વાત છે ? અમારે પાંચ પૈસાનો કે એક સગાનો સંયોગ છૂટતો નથી, ને આ બંને ધનના ઢગલા અને પરિવારની મોટી ફોજ છોડીને નીકળી જાય છે !! બાપ રે ! આવો ભીખ ત્યાગ શું થાય ? તે પણ જીવનભર માટે ? વિસ્મિત થયેલું લોક અમારો ઉત્કટ ધર્મનો અનુરાગ દેખીને ધર્મનું અનુમોદક અને ધર્મનું રાગી બન્યું. હવે તરંગવતી સાધ્વી શેઠાણીને કહે છે તરંગવતી સાધ્વીના ગુરુણીનું આગમન. પછી ત્યાં મહાશ્રમણને વંદના કરવા ચંદનબાળા-મહત્તરાના શિષ્યા સુવ્રતા નામની ગણિની સાથ્વી સપરિવાર પધાર્યા ! શ્રમણ ભગવંતને વંદન કરે છે, ને પછી મહાત્મા કહે છે, “આ નવી સાધ્વી એ તમારી શિષ્યા થાઓ.” ગણિનીએ એમનું વચન તથાસ્તુ કરી લીધું, સ્વીકારી લીધું. પછી મને કહ્યું “વંદન કર હવે તારી આ ગુરણી પ્રવર્તિની સુવ્રતા ગણી સાધ્વીજીને.' હું ગણિનીના પગમાં પડી ગઈ, પછી મને હિતશિક્ષા આપી કે મુનિની તરંગવતી સાધ્વીને અમૂલ્ય હિતશિક્ષા - “આ ચારિત્ર નિશ્ચિતપણે દુશ્ચર છે, બહુ કરે પાળી શકાય એવું છે. એને સહેલું માનીને ઉતાવળથી “લાવ ત્યારે ચારિત્ર લઈ લઉં' એમ આંધળિયા કર્મ ! તારી ગતિ ન્યારી ૩પ૯

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370