________________ આસક્તિ આકર્ષણ ન થાય એ સાવધાની પાકી રાખવાની છે. તો સુખેથી મોક્ષે જવાનું સુલભ બને. બાકી જે તમે કહ્યું “હમણાં કામ ભોગો ભોગવી લો એમાં મોટો વાંધો એ છે કે મરણ અનિયત છે. ક્યારે કરવાનું તેની ખબર નથી. તેથી જો ધર્મસાધના વિના ગફલતમાં રહીએ અને મોત ત્રાટકી પડે, તો સાધના વિના આ જીવનમાંથી દેશ નિકાલ થવાનું થાય ! અને ધર્મ-સાધના વિના એકલી પાપ-પ્રવૃત્તિઓથી પરભવે ગતિ કેવી મળે ? રૂડી રૂપાળી ? ડામ, આવો આઘા પરલોકે સારી ગતિઓ તો ધર્માત્માઓ માટે રીઝવર્ડ થયેલી છે. માટે તુચ્છ અને નાશવંત કામભોગો ભોગવી લેવાની વાત બુદ્ધિહીનને શોભે એવી છે. આમ પદ્મદેવે પોતે ઘરે પાછા આવવાનો સચોટ ઈનકાર કરી દીધો. એમાં એનો મિત્રવર્ગ તો સાવ નિરાશ થઈ ગયો ! હવે બોલવાની હિંમત ન રહી. ત્યારે પિતા ધનદેવ હવે પોતે જ પદ્મદેવ મુનિની દલાલી કરે છે ! અને મિત્રોની નિરાશા દૂર કરવા કહે છે, જુઓ ભાઈઓ ! હવે જ્યારે મુનિ બનેલા પદ્મદેવકુમાર પોતે જ કહે છે કે “રાગ તો અનંતા ભવ કર્યા, એથી તો પરિણામમાં સંસાર જ ચાલ્યો છે, તો રાગનો ત્યાગ એ જ સંસારમાંથી છોડાવનાર છે, એ જ મોક્ષમાર્ગ છે.” “વળી આ ઉત્તમ જન્મમાં જિનશાસન મળ્યું છે, તો એના સહારે રાગમાત્રનો ત્યાગ કરી, જ્યાં સુધી આયુષ્ય આપણા હાથમાં છે ત્યાંસુધી ચારિત્ર માર્ગની જ સાધના કરી લેવી એ જ શ્રેયસ્કર છે. તે પણ ખૂબ જયણાયતનાસાવધાની રાખીને સાધના કરવાની; જેથી ક્યાંય સાધનામાં વિરાધના ન પેસે. વળી એ પણ સંયમ-સાધના આત્માને ક્યાંય દુન્યવી પદાર્થમાં એક ક્ષણ પણ આસક્ત બનવા દીધા વિના કરવાની. અર્થાત પૌગલિક કશીય બાબત પર યાવતુ પોતાની કાયા પર પણ સહેજે ય આસક્તિ-મમતા ન ઊઠે એવી પક્કી તકેદારી રાખીને સંયમ પાળવાનું. આ સંયમ આત્માને મોક્ષ સાથે જોડી આપનારું યોજી આપનારું છે, માટે સંયમ એ મહાન યોગ છે. “મોક્ષણ યોજના યોગ..” વળી કુમારને સંયમની લગન લાગી, તે વાજબી જ છે; કેમકે જયારે આપણે કુમારને કહ્યું “હમણાં યુવાનીમાં કામસુખો ભોગવી લો, પછી સંયમ લેજો,' ત્યારે કુમાર મુનિએ ઠીક જ કહ્યું કે “આયુષ્યની આપણને નિશ્ચિત ખબર નથી કે “એ કેટલું છે ? અને ક્યારે તૂટે ?" તો પછી આયુષ્યની અનિશ્ચિત દશામાં સંયમને વિલંબે કેમ નખાય ? એમાં તો કદાચ ઠગાઈ જ 354 - તરંગવતી