________________ લાભ લેવો નથી, અને જીવનમાં પૈસા ટકા પરિવાર વગેરે કરતાં પણ જે અત્યંત કિંમતી ગણાય એવી આ બુદ્ધિની સંપત્તિને વેડફી નાખવી છે. વેડફી નાખતાં કોઈ લાજ શરમ, સંકોચ કે સંતાપ છે નહિ ! પરલોકભીર કેદીઓ ત્યારે કેટલાક પરલોકના ભયવાળા અને પરસ્ત્રીભીરુ પુરુષો તરંગવતીને જોતાં જ દષ્ટિને સંકોચી લે છે, વધુ ગંભીર બની જાય છે, રખેને રૂપાળી પરસ્ત્રીને જોતાં કૂતરા ગધેડા જેવા મલિન ભાવ કરીને હૈયું બગડે તો ?' ત્યાં પણ પરસ્ત્રીદર્શનથી બીનારા માણસ કેમ હતા ? એટલે બહારથી સારા કુળના ખાનદાન માણસોને પણ અહીં ઉપાડી લાવતા, અને એ ખાનદાન માણસો, પરસ્ત્રીદર્શનથી ભય પામનારા હોય, એમાં નવાઈ નથી, તરંગવતી સાધ્વી શેઠાણીને કહી રહી છે કે ગૃહિણી ! એ ચોરોની પલ્લીમાં હૈયે ત્રાસનો ફફડાટ હતો. એમાં વળી જયાં બીજા કેદીઓની વચ્ચે અમે પસાર થઈ રહ્યા હતા ત્યાં કેદીઓના ભયંકર બોલ સાંભળ્યા કે- “આ યુવાન (મારા પ્રિય પદ્મદેવ)ને આ લોકો મારી નાખશે ! કેમકે એમની દેવીની બત્રીસલક્ષણા પુરુષનો ભોગ આપવા જોઈએ છે. પછી આ યુવતીનું તો આ પરદારા-લંપટો કોણ જાણે શું ય કરે ? કારણ કે આમનો સેનાપતિ ભયાનક માણસ છે.' કેદ પકડાયેલા એ પુરુષો અને સ્ત્રીઓ આવા બોલ બોલતા અમે સાંભળ્યા ત્યારે અમે થરથરી ઊઠ્યા ! એમાં મારા પ્રિય પદ્મદેવને જેટલું મરવાનું દુઃખ ન હતું, એના કરતાં અત્યધિક દુ:ખ મને બચાવી ન શકવાનું હતું. ત્યારે મને તો બેવડું દુઃખ હતું. ચોરોથી તરંગવતીને બેવડું દુઃખ : એક તો ચોરો દ્વારા કરાતા પ્રિયના મૃત્યુ સાથે જીવનભર માટે એમના વિયોગનાં દુઃખથી બળવાનું ! અને બીજી બાજુ એથી પણ મોટું દુઃખ મારા શીલ ઉપર આપત્તિનું આવે ! આખું શરીર અને ગાત્રો કંપવા લાગ્યા ! મનમાં કંઈ ને કંઈ દુ:ખદ વિચાર ચાલવા માંડ્યા, મનને થયું કે “હું શું આ આફતમાંથી છૂટાશે જ નહીં? શું આવી રીતે જ મરવાનું ? પ્રભુને પ્રાર્થનાઃ- “આટલો ઊંચો મનુષ્યજનમ છતાં સંયમ-ચારિત્રની પ્રાપ્તિ જ નહીં ? પૂર્વે એવા કેવા પાપ કરીને અંતરાય કર્મ બાંધ્યા હશે કે સંયમની પ્રાપ્તિ સુધીનું બધું હાથવેંતમાં, છતાં એક માત્ર અત્યારે લૂંટારાની કેદમાં છીએ કર્મ ! તારી ગતિ ન્યારી 217