Book Title: Karm Tari Gati Nyari Tarangvati
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 352
________________ સમૃદ્ધિ-સામગ્રી ભરેલી નવાણું પેટી પામનાર શાલિભદ્ર,..વગેરેને કેવા ઊંચા વિષય-સુખો ચરણે લોટતા હતા ! છતાં એમણે ખીલતી યુવાનીમાં એ બધાને ઠોકર મારી ચારિત્ર લીધું ! તે કઈ સમજથી ? આવી જ કોઈક સમજથી ને? કે આ વિષય ભોગના સુખ હલાહલ ઝેર કરતાં ભયંકર છે ! ઝેર એક મોત આપે, વિષય ભોગના સુખ જનમ જનમ મોત આપે ! આ સમજથી જ તરંગવતીએ પિતા તથા સસરાનાં યુવાનીની વિષયલહેરો લૂંટી લેવાના લલચાવનારા વચનોને જરાય મન પર ન લીધાં, એને જરાય મહત્ત્વ ન આપ્યું, ઊલટું એમ કહ્યું કે “આ વિષયની લહેરો લૂંટનારી ઇન્દ્રિયો તો વાસ્તવમાં આત્માની ભાવશત્રુ છે. શત્રુને સાલિયાણાં ભરાય ?' ત્યારે ઋષભસેન શેઠ કહે “પણ બેન ! આ ભર્યા કુટુંબ વચ્ચે જે આનંદમંગળમાં રહ્યા એ એકદમ કેમ વીસરાશે ? તમે ઘરેથી નીકળ્યા ત્યારે તો આ કોઈ વિચારણા નહોતી, બધાની સાથે સ્નેહભાવમાં રહેલા, હવે એકાએક તમને શું થયું ? ક્ષણિક ઊભરામાં બધા સ્નેહભાવ તોડી મહા કપરા ચારિત્રમાર્ગે નીકળી પડવું છે, તો પાછળથી ઊભરો શમી જતા, ને એ પૂર્વના સ્નેહ યાદ આવતાં, આ ત્યાગનું સાહસ કરી નાખવા પર અફસોસી થશે.” નવી સાધ્વી તરંગવતી સંસારનું હાર્દ રજૂ કરે છે : અહીં તરંગવતી સાધ્વી, જુઓ, હવે શાસ્ત્રની બે ગાથા ટાંકીને કેવો વૈરાગ્ય ભર્યો અદ્ભુત ઉત્તર કહે છે ! भोगा खणमित्तसुहा, विवागकडुयत्ति तो अहं बेमि / बहु दुक्खो य कुटुंबो, न मुत्ति-सोक्खा परं सोक्खं // जाव न मुयंति ( हायंति) अक्खा, थामो जा अत्थि संजमं काउं। जाव न हरेइ मच्चू ताव वरं मे तवं काउं // અર્થાત્ ઇન્દ્રિયોના વિષયોના ભોગવટા ક્ષણમાત્ર સુખ દેખાડનારા છે; ઉપરાંત (એથી બંધાતા પાપકર્મોના) વિપાક ભયંકર કડવા હોય છે ! તેથી હું કહું છું કે કુટુંબ આપણને જે આ ભોગસુખો દેખાડે છે તે સુખના આભાસ દેખાડી સ્નેહની સાંકળે બાંધી જકડી રાખે છે, પણ એમાં બહુ (અતૃપ્તિ-અજંપો શોક-સંતાપાદિ દુ:ખોના લીધે એ) દુઃખ રૂપ નીવડે છે. સાચું સુખ તો મોક્ષ સુખ છે. મોક્ષના સુખ જેવું બીજું કોઈ સુખ નથી. માટે એ મોક્ષ સુખ મેળવવા સારુ (1) જયાં સુધી ઇન્દ્રિયો પોતાની શક્તિઓ ગુમાવે નહિ, (2) જયાં સુધી કર્મ ! તારી ગતિ ન્યારી 347

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370