________________ પણ હવે પધદેવ મુનિ બનેલા તે શું કહે છે એ જુઓ એટલે એ ભ્રમણાઅજ્ઞાનતા હટી જશે. પધદેવ મુનિ કહે છે. ભોગોથી રેશમના કોશેટા જેવી દુર્દશા : “જુઓ મહાનુભાવ ! કોઈએ અમને રીસવ્યા નથી, કે કશું અજુગતું બન્યું નથી. પરંતુ આપે જે સ્ત્રીની મુખ્યતાવાળા કામભોગોના વિષયસુખોની દલાલી કરી, એ ભોગો ભોગવતા બેસવામાં અમને રેશમના કોશેટા જેવી ભયંકર મૂઢતા દેખાય છે.” રેશમના કોશેટાનું જીવડું જેમ પોતાના મુખમાંથી નીકળતી સુંદર રેશમના તાર માત્ર પર નિર્ભર રહી, પોતાની જાતને એનાથી વીંટાળે જ રાખે છે, વીંટાળે જ રાખે છે, પણ અંતે વીંટાયેલો કોશેટો દડી જેવો થતાં એ જીવડાને ઉછેરનાર ક્રર માણસો વડે કોશેટા સહિત એ જીવડું એકદમ ગરમા ગરમ કકળતા પાણીમાં ઝબોળાય છે. એ કોશેટાનું જીવડું બીચારું અંદરમાંથી બહાર નીકળી શકતું નથી, પણ અંદરમાં ને અંદરમાં અતિશય ગરમ પાણીથી દઝાતું શકાતું રહે છે, એને લાયો ઊઠે છે, પરંતુ શું કરે? વેક્ય જ છૂટકો. એમાં એ રીબાઈ રીબાઈને મરે છે. એમ મૂઢ જીવ ભોગોના તાત્કાલિક આનંદમાં પરિણામ શું પામે છે ? દીર્ઘ દુર્ગતિ ! સ્ત્રી-સંબંધના કારણે જ ધર્મ ભૂલે : પદ્રદેવ કહે છે, “જુઓ મહાનુભાવ ! જે કોશેટાની અંદર ફસાયા આમ ભયંકર બળવાની પીડા આવે છે, એજ કોશેટાના તાર એ જીવડાએ પોતે જ ઊભા કરેલ, અને જાતે જ પોતાને એ તાર વીંટાળેલા. જેમ જીવડું મૂઢ છે, અજ્ઞાન છે, કે જેના સંબંધથી પોતાને ભાવી ભયંકર દુ:ખ ઊભા થનાર છે, એવા સંબંધ પોતે જ યોજે ! એમ મૂઢ જીવો જે સ્ત્રીના સંબંધથી પોતાને જ ભાવી નરક સુધીની વેદનાઓ યાતનાઓ ઊભી થનાર છે, એ સ્ત્રી-સંબંધને પોતે જ ઊભા કરે છે. કોશેટો કદમાં વધતો ગયો ચળક-ચળક દેખાતો રહ્યો, એથી કોશેટાના જીવડાની શી વડાઈ થઈ ? કશી નહિ, છતાં જાતે ને જાતે વડાઈ સમજી ફૂલીને ફાલકો થાય એ કેવી મૂઢતા ! એમ સ્ત્રી-સંબંધ કરીને સ્ત્રી સારી દેખાવડી વગેરેથી માણસ વડાઈ માને એમાં પોતાનું શું વળ્યું ? ઊલટું ખરેખર તો એમાં પોતાની ફસામણી એવી થઈ કે પછી એ કશી ધર્મસાધના, કશી પરમાત્મભક્તિ, કશા સંયમ-બ્રહ્મચર્યને યોગ્ય રહ્યો નહિ ! ને એ સ્ત્રી-સંબંધનાં જ કારણે અહીં કેટલીય ચિંતાઓ સંતાપ અને પાપાચરણને ૩પ૦ - તરંગવતી