________________ ત્યાં, તરંગવતી સાધ્વી શેઠાણીને કહી રહી છે કે અમને એટલો બધો આનંદ આવ્યો કે લાગ્યું કે જાણે અમૃતનો મેઘ વરસી રહ્યો છે ! મહાત્માજી આગળ ચલાવે છે કે, જિનેશ્વર ભગવંતોએ બંધ-મોક્ષ અને એનાં કારણો બતાવ્યા છે. બંધ-મોક્ષનું ટૂંકું સ્વરૂપ : “આ આત્મા ઇન્દ્રિયોને મનગમતા રૂપ-રસસ્પર્શ. .વગેરે ગુણવાળા વિષયોમાં રક્ત બને છે, સારું સારું ખાય, સન્માનસંગીતના શબ્દ સાંભળે, રમણીઓનાં રૂપાળા અંગોપાંગ જુએ, મીઠા મીઠા સ્પર્શમાં આસક્ત બને એટલે અનેક પ્રકારનાં પાપકર્મો બાંધે છે.” તો જો એ ઇષ્ટ વિષયોનો સ્વેચ્છાએ ત્યાગ કરે, અને તપના ગુણમાં ચડી જાય.. ઇત્યાદિ અશુભથી નિવૃત્ત થાય, અને શુભમાં પ્રવૃત્તિવાળો બને; તો શુભ પુણ્યકર્મ ઉપાર્જે છે. મૂળમાં સંસારમાં વિષય-રાગથી વિષયોમાં આસક્ત બનેલો હિંસાજૂઠ વગેરે ઘોર પાપપ્રવૃત્તિઓ મન-વચન-કાયાથી કરી કરીને કર્મનાં થોકેથોક બાંધી સંસારની 84 લાખ યોનિઓમાં ભટકતો રહે છે. અને એ પાપકર્મોનાં નરક-નિગોદ ગતિ સુધીના દુઃખદ વિપાકો ભોગવે છે. આ મૂળ પાપ વિષયરાગ’નું છે તેથી જિનેશ્વર ભગવાનનાં ઉપદેશને હૈયામાં ઉતારીને જે ભવ્યાત્માઓ આત્માનું નિકંદન કાઢનારા એવા ગોઝારા વિષયોથી વૈરાગ્ય પામે છે, એની વિષયો તરફની ભારે ધૃણાથી પ્રવૃત્તિ શિથિલ બને છે, અને પછી સર્વજ્ઞ જિનેશ્વર ભગવાને ફરમાવેલા દાન-શીલ-તપ-ભાવ, સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર-તપ, વગેરે ધર્મ-મંગળને જીવનમાં અપનાવે છે. બાંધેલા પાપકર્મથી છૂટકારો થાય છે...યાવતુ પરાકાષ્ઠાએ સર્વથા છૂટકારો થાય છે, એટલે કે જીવનો સંસારથી છૂટી મોક્ષ થાય છે. તરંગવતીનાં પ્રશ્ન ઉપર મુનિએ બંધ-મોક્ષનું સુંદર સ્વરૂપ બતાવ્યું, જેના પર વિચાર કરતાં માણસની પાસે જે બુદ્ધિ-શક્તિ છે, તેનો ઉપયોગ કરે તો પોતાને ખ્યાલ આવી જાય કે “હું જીવન કેવું જીવી રહ્યો છું? કર્મ બાંધવાનાં કેટલા ચાલુ છે ? અને કર્મ છોડવાનાં કેટલા ચાલુ ? મુશીબત એ છે કે આ કર્મ એ અદશ્ય વસ્તુ છે. જીવને એ દેખાતા નથી. એટલે પાપાચરણ કરતાં કોઈ સંકોચ નથી કે “મને આટલા બધા આનાથી પાપકર્મ બંધાય છે તો જરાક થોભે. કેમકે અત્યારે તો વિષયો ને આરંભ સમારંભાદિ પાપોની મનની માનેલી લહેર ઊડાવવામાં ભવિષ્યનો વિચાર નથી, પરંતુ ખબર નથી કે ભવિષ્યમાં આનાથી દમ નીકળી જશે ! 302 - તર ગવતી