________________ જીવનાં માથે અનાદિ કાળથી કર્મના સમૂહનું કાર્મણ-શરીર ચાલ્યું આવે છે. જેવી રીતે ઉદરના અગ્નિથી ભૂખ્યો ડાંસ જીવ ગમે તે ગમે તે અભક્ષ્યો પણ ખાઈ નાખે છે, તેમ આ કાર્પણ શરીર પણ દોષોનાં અગ્નિથી ગમે તે ગમે તે અશુભ કર્મો આરોગી લઈ પુષ્ટ થતું રહે છે. એ તો જયારે એ અધમ પાપમાર્ગ સર્વથા છોડે, ઉત્તમ ધર્મ-માર્ગની આરાધના કરે, ત્યારે આ કાર્પણ શરીરનાં કર્મોની જોરદાર નિર્જરા (ક્ષય) થતાં થતાં, ધર્મ-સાધનાની પરાકાષ્ઠાએ એનો સર્વથા ક્ષય કરી, જીવ મોક્ષ પામે છે. આ કર્મો મૂળ આઠ પ્રકારના છે, (1) જ્ઞાનાવરણીય કર્મ, (2) દર્શનાવરણીય કર્મ, (3) વેદનીય-કર્મ, (4) મોહનીય કર્મ, (5) આયુષ્ય કર્મ, (6) નામકર્મ, (7) ગોત્રકર્મ, અને (8) અંતરાય-કર્મ. જેમ જુદા જુદા પ્રકારનાં બીજ વાવેલા જુદા જુદા પ્રકારનાં પુષ્પ અને ફળ આપે છે, તેમ આ જુદા જુદા કર્મો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવને પામીને વિપાકમાં આવીને આત્માના જ્ઞાન-દર્શન-સુખ વગેરેને દબાવી દેવાનાં ફળ દેખાડે છે. બાંધેલાં કર્મોને ભોગવતા જવાનું, અને નવા કર્મોનો સંચય કરતા રહેવાનું ! આ સંસારમાં અનાદિ કાળથી જીવને આ ચાલુ છે. જીવની ઇન્દ્રિયોથી વિષયસુખો મેળવવાની ને ભોગવવાની કારમી તૃષ્ણાઇચ્છાને લીધે, ખરજવાની ખણજની જેમ, વાસનાની વેદનાની આગને મિટાવવા અને તુચ્છ વિષયસુખ લેવા, ઘોર નરકાદિ દુઃખોને લાવનારા અધમ-અધમ મહાપાપો કર્યો જ જાય છે ! જન્મ-મરણનાં મહાસાગરમાં અનંતા આંટા-ફેરા કરતાં અનેક પ્રકારના સુખ-દુ:ખ, રતિ-અરતિ આદિના દ્વન્દ્રોનો અનુભવ કરે છે. દા.ત. શાતા-અશાતા, સૌભાગ્ય-દૌર્ભાગ્ય, ઊંચ-નીચ ગોત્ર, સંયોગ-વિયોગ, હર્ષ-શોક વગેરે જોડકાનો અનંતીવાર અનુભવ કરતાં કરતાં જીવ હજી થાક્યો નથી ! હાં, અહીં એક વિશેષતા છે કે, મનુષ્ય ભવમાં સર્વ દુઃખથી મુકાવનાર એવો, અને સંસાર-મહાવનનાં અજ્ઞાન-અવિરતિ આસક્તિ વગેરે વૃક્ષોને તોડી નાખનારો જિનેશ્વર ભગવાને નિર્વાણનો મહા પંથ ઉપદેશેલો મળે છે, જેમાં સમ્યગુ તત્ત્વજ્ઞાન અને સંયમક્રિયાનો મુખ્ય ઉપદેશ છે. એના અનુસારે સંયમથી સમસ્ત પાપમાગનો નિરોધ-અટકાયત થઈ જાય છે, અને ત્યાં સાથે તપમાર્ગની આરાધનાથી કર્મોનાં કચરા સાફ થઈ થઈ જીવ નિર્મળ થતો આવે છે. અને 304 - તરંગવતી