________________ પરંતુ એમને તમારી દયા ન આવી, તો અમારી તો દયા શાની જ આવે ? અમે લાચાર બનીને આ આવ્યા છીએ.” બંનેની દીક્ષા સાંભળતાં માબાપોની દશા : નોકરો પાસેથી આ સાંભળીને શેઠિયા છક્કડ ખાઈ ગયા કે “આ શું? હમણાં તો વસંતઋતુની મોજ માણવા ગયા છે, કશી ત્યાગ-વૈરાગ્યની વાતે ય નહોતી, અને એકાએક આ એમણે શું ગજબ સાહસ કરી નાખ્યું !!' બંનેના કુટુંબ આખાય ચમકારો પામી ગયા ! કુટુંબ-પરિવાર સાથે બંને શેઠીયા અહીં દોડતા આવે જ ને? વાત માનવામાં આવે એવી નથી; કેમકે કેટલી અઢળક સંપત્તિ ! અને તરંગવતી-પપ્રદેવ બંનેનું કેવું લચપચતું યૌવન ! તથા બંનેના પૂર્વજન્મથી ચાલી આવેલો કેટલો ગાઢ પરસ્પર રાગ ! બંનેના ગાઢ રાગમાં એક બીજાની પાછળ કેવી આત્મઘાત સુધી પહોંચવાની તૈયારી ! એ સાંભળી છે, એટલે એમને એમ થાય છે કે, પરસ્પર અતિપ્રિય એમની એકબીજાના વિષયોમાં તો આત્મઘાતની તૈયારી હોય; પરંતુ હવે બંનેને જ્યારે ભારે અનુકૂળ મિલન થઈ આવ્યું છે, તો પછી એકાએક બંને એક બીજાનો ત્યાગ કરીને આ મહાકપરા ચારિત્ર માર્ગે કેમ પ્રયાણ કર્યું હશે? આ બનવું જ અસંભવિત છે.” એમના મગજમાં આ બેસતું જ નથી. સંસારી જીવોને સંસારની વાસના એવા મોહમૂઢ બનાવે છે કે પોતાના જીવનમાં રાગના ખેલેલા તાંડવના અનુભવ પર બીજાના ત્યાગ-વૈરાગ્યના પરાક્રમ મનમાં બેસતા નથી. મોહમૂઢતા અને રાગના સુખદ માનેલા અનુભવ પોતાના જીવનમાં તો ત્યાગનું સ્વપ્ન ન આવવા દે, પરંતુ બીજાના જીવનમાં આવેલા ત્યાગને ય મનમાં ન બેસવા દે ! ને એમના મનને એમ થાય કે “ત્યાગ તે હોય ? ભોગો જ ઉડાવવાના હોય; ને એમ સુખી બન્યા રહેવાનું હોય.' સંસાર-વાસના “સંસારમાં રાગાદિ ભાવો સહેજે થાય જ,' એમ મનાવે છે. હવે વિચારવાનું આ છે, કે આવું તો જીવ અનંત અનંત કાળથી માનતોકરતો આવ્યો છે, તેમ અત્યારે પણ એવું તો અનાર્ય અને ભંગી કુળવાળા ય માને કરે છે; પછી એમાં ફેરફાર ક્યારે અને ક્યાં ? ક્યા અવતારે ? ને કયા કુળમાં ? અહીં બંને શેઠિયાઓને શું લાગી રહ્યું છે ? આ જ કે આવા યુવાનયુવતી આટઆટલી સમૃદ્ધિ-સાહ્યબીનો એકાએક ત્યાગ કરી નાખે ? મતલબ ? - તરંગવતી 344