________________ પચ્ચકખાણ હોય છે તે આપ્યા. મૂળગુણો ને ઉત્તરગુણો : મુનિએ એ પાપોની સમજ આપી, એનો ત્રિવિધ ત્રિવિધ ત્યાગ અર્થાત્ “પાપસેવન મનથી ય નહિ, વચનથી ય નહિ, ને કાયાથી પણ નહિ તેમજ જાતે ય કરવાના નહિ, બીજા પાસે ય કરાવવાના નહિ, ને બીજા દ્વારા એ પાપો સેવાતા હોય એને સારા માનવાનાય નહિ.” એ રીતે ત્રિવિધ ત્રિવિધ પાપત્યાગ સમજાવ્યો. આ તો મૂળ ગુણો, પણ સાથે સાથે મુનિએ એનાં રક્ષણ માટે ઉત્તર ગુણો પણ સમજાવ્યા. ઉત્તર ગુણોમાં, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આવે. ઈર્ષા સમિતિમાં માર્ગે ચાલતાં નીચે જોતાં જોતાં જ ચાલવાનું, જેથી કોઈ બિચારો નિર્દોષ જીવ ભૂલો તો નથી પડ્યો ? મારી ગફલતમાં નાહક મારા પગ નીચે કચરાઈ ન મરે' એ લક્ષથી ચાલતાં એની હિંસા અટકે. એવા બીજા ઉત્તર ગુણો સમજાવ્યા. સંયમ જીવન એટલે સ્વર્ગીય જીવન ! : તરંગવતી-પદ્મદેવ સાધ્વી ને સાધુ બનેલા, તે ગુરુ મુનિ પાસેથી સંયમ અને ગ્રહણ-આસેવન-શિક્ષા પામીને ખૂબ જ આનંદિત થયા ! કેમ જાણે સ્વર્ગનું રાજય મળ્યું ! એમ એમને લાગે છે. ક્યાં પલ્લીમાં જીવતા કપાઈ મરી મહકિંમતી પણ માનવજન્મ સરાસર ગુમાવી દેવાનો અવસર ? અને ક્યાં એ આફત ટળી જીવંત રહેવા ઉપર આ સંયમ જીવન પામવાનો અવસર આવ્યો ? તે કોઈ સામાન્ય વસ્તુ નહિ, પણ ઠેઠ અનંત સુખના ધામધૂત મોક્ષ અપાવનાર માનવ-જન્મની ઉત્કૃષ્ટ વસ્તુ પામવાનો અવસર આવ્યો, એ ક્યાં ? એમના મનને આ રીતે વિચારતાં લાગે છે કે, ‘આ તે શો ચમત્કાર બન્યો ?' અને સાથે ખેદ પણ થાય છે કે “અરે ! આ ચમત્કાર બન્યો તે ચોર પલ્લીની કેદમાંથી છૂટ્યા પછી ઠેઠ બાર વરસે કેમ બન્યો ? ખેર, પણ બાર વરસે ય ઉદ્ધાર થયાનો આનંદ અપરંપાર છે ! ત્યારે, પેલા નોકરો અહીં પધદેવ-તરંગવતીનો સંસાર-ત્યાગ કેશ-લૂચન અને સાધુ-વેશ ધરવાનું જોઈને ઘરે ગયા છે, તે એમનું તો મગજ જ કામ કરતું નથી ! એટલે જ અહીં પોક મૂકીને રોયેલા, તે હવે ઘરે જઈને બંને ઘરે વાત કરે છે કે “તરંગવતી બહેને અને પદ્મદેવભાઈએ સંસાર-ત્યાગ કરી ચારિત્ર માર્ગ સ્વીકારી લીધો છે; લો આ એમના દાગીના, આપને આપવાના કહ્યા છે. અમે તો ભારે કલ્પાંત કરવા સાથે આમ ન કરવા ઘણી વિનવણીઓ કરી, કર્મ ! તારી ગતિ ન્યારી 343