________________ તો દુકાન પર કાપડનો માલ વેચવાનું સંભાળે, પણ આ વાતચીત કરવાની હોશિયારીથી મિલોમાંથી વાજબી ભાવે જોઈતું કાપડ ખરીદી લાવે. આજે તો ક્વોટાનો જમાનો છે ને ? ક્વોટા જેટલો જ માલ મળે. પરંતુ આ યુવાન મિલના ક્વોટાને મિલમાલિકના ખીસામાં રખાવે ! એમાં અચાનક બન્યું એવું કે આને તાવ કે એવી બીમારી આવી કે હોસ્પિટલમાં દાખલ કર્યો ને ત્રણ દિવસમાં એ ઊપડી ગયો ! એથી અમદાવાદમાં હાહાકાર વ્યાપી ગયેલો. બાપને હજી ત્રણ મોટા દીકરા છે, પરંતુ મિલમાંથી સારી ખરીદી વિના સારુ વેચાણ શાનાં પર કરે ? બોલો, આ વૈરાગ્યનું કારણ નથી ? ત્રણ મોટા ભાઈ વેચાણ ભલે હોશિયારીથી કરતા હોય પરંતુ હવે એટલા માલ વિના શાનું વેચાણ કરે ? એ ય ભલે મિલોમાં માલ લેવા જતા હોય, પરંતુ ખરીદીના કોમ્પિટિશન (હરિફાઈ)માં બીજા ભારે હોશિયાર ખરીદનારની સામે શી રીતે ટક્કર ઝીલી શકે ? આ એક યુવાન નાની ઉંમરમાં મરી જતાં માબાપને કલ્પાંતનો પાર નહિ ! મોટા ભાઈઓનો કલ્પાંતનો પાર નહિ ! એની યુવાન પત્નીને ને બાબા-બેબીને કલ્પાંતનો પાર નહિ ! અનેકોને છાતી ફાટ રુદન કરાવે એવા આ અકાળ મૃત્યુને જે સંસાર નીપજાવે એ સંસાર પર “બળ્યો આ સંસાર !' એમ નફરત ન થાય ? વૈરાગ્ય ન થાય ? સંસાર છોડવાનું મન ન થાય ? વૈરાગ્યનાં કારણ ક્યાં લેવા જવા છે ? જગતમાં ઘૂમી વળો તો ઢગલાબંધ કારણો મળી આવશે. જેમકે, માબાપે પેટે પાટા બાંધીને છોકરાને ઊછેરી મોટો કર્યો, પરણાવ્યો, ને હવે પરણીને 12 વરસમાં જ છોકરો જુઆરે લે છે આવા ઘર કેટલા મળે ? એમ મોટા ભાઈએ બાપ મરી જતા નાના ભાઈઓને દેશમાંથી મુંબઈ જેવામાં લાવીને હોશિયાર કરી સ્વતંત્ર ધંધે લગાડ્યા હોય, પરણાવ્યા હોય, પણ પછી એ ભાઈઓનું નસીબ જોરદાર તે સ્વતંત્ર સારું કમાતા થયા, તો એ મોટા ભાઈને નાના ભાઈઓની કમાઈમાંથી કેટલો ભાગ મળે ? આજે હીરાના ધંધે લગાડેલા કેટલાય નાના ભાઈઓમાં આ દેખાય છે, એ જાણે મોટા ભાઈને કહે છે, “તમે તમારા નસીબ પ્રમાણે ધંધો કૂટી ખાઓ, હું મારા નસીબ પ્રમાણે લઉં છું.” જે મોટા ભાઈએ પ્રેમથી પાળી પોષી મોટા કર્યા, હોશિયાર બનાવ્યા, ને ધંધે લગાડી જયારે સગા બાપને છોકરાઓ કમાણી ન સોંપતા હોય, ત્યાં નાના ભાઈઓ મોટા ભાઈને શું પરખાવે ? જ્યાં હોશિયાર બનાવેલા છેહ દે, એ 338 - તરંગવતી