________________ ઉપદેશ સાંભળી અને વૈરાગ્ય-વાસિત બન્યા, વૈરાગ્યથી ભીના ભીના બની ગયા; અને અમે મુનિને પ્રાર્થના કરી કે, | 26. તરંગવતી - પઘદેવની દીક્ષા પ્રભુ ! અમે પણ હવે આ દુઃખદ સંસારવાસથી ઊભગી ગયા છીએ. હવે અમારે જિનવચને કહેલા માર્ગે મોક્ષે જલદી પહોંચવું છે. એ માટે અમારું મન ખૂબ તલપાપડ બન્યું છે. અમને કર્તવ્ય સુઝાડો.” ત્યારે મહાત્માએ અમને કહ્યું “જુઓ હવે ભવ પરંપરામાં વિનિપાત ન ઇચ્છતા હો, તો શીલ-સંયમમાં તરત લાગી જાઓ; કેમકે કાળનો ભરોસો નથી; તેમ આયુષ્યની બાકીની ખબર નથી. એમાં યમરાજ ક્યારે ત્રાટકી પડે એનું શું કહેવાય ? માટે પાપ-ત્યાગ અને ધર્મ-પ્રવૃત્તિને જરાય વાયદે રાખ્યા વિના તરતમાં જ એમાં લાગી જવું ઉચિત છે. કહ્યું છે, जस्स न वरेज्ज मच्चू दुक्खं च जो न पावेज्जा / तस्स अकयउव्व, जुज्जेज्जा जीवियं सि चलंमि // धम्माचरणंमि बुद्धि नरेण निच्चंपि कायव्वा / અર્થાત્ જેને મૃત્યુ ન વરવાનું હોય, તેમજ જે દુ:ખ પામવાનો જ ન હોય, એ કાંઈ સારા પરલોક માટે આગળથી તૈયારી ન કરે એ બરાબર છે. સિદ્ધ ભગવાનને હવે કદી મૃત્યુ નથી, તેમજ એમને હવે કદી દુ:ખ આવવાનું નથી, તો પરલોક સુધારવા સિદ્ધ ભગવાનને ક્યાં કશી તૈયાર કરવી પડે છે? પરંતુ જેને મૃત્યુ આવવાનું છે, અને જેને પૂર્વ કર્માનુસાર હજી દુ:ખ પણ પામવાનો અવકાશ છે, એણે તો પરલોક સુધારનારા કર્તવ્યોની અને કર્મનાશના ઉપાયોની તૈયારી મોત આવતા પહેલાં આગળથી જ કરી રાખવી જોઈએ. એ જો ન કરે, ને અચાનક મોત વહેલું આવી જાય, તો પરલોક હિત-કર્તવ્યો કરવાનાં રહી જાય ! ને મોત પછી એ ક્યારે કરે ? અને પછી તો અહીંથી એકલા પાપનાં પોટલાં લઈ ક્યાં જાય ? એને સદ્ગતિમાં નહિ, પણ દુર્ગતિમાં જ જવું પડે. માટે માણસે સમજી રાખવું જોઈએ કે જયારે જીવન ચંચળ છે, તો પછી ધર્મની આરાધનામાં જ હંમેશાં તત્પરતા રાખવી જોઈએ.” તરંગવતી-પઘદેવની દીક્ષા : તરંગવતી સાધ્વીજી શેઠાણીને કહી રહ્યા છે કે મહાત્માએ અમને આ માર્ગદર્શન આપ્યું, તેથી એ સાંભળીને અમને સંસાર પર ભારે ઉદ્વેગ થઈ 340 - તરંગવતી