________________ જુઓ આ પૂર્વ કાળના પુરુષો ! વૃદ્ધ કંચુકી આવવામાં જરા મોડો પડ્યો એ પરથી મોટા રાજયના માલિક મહારાજા દશરથના હૈયાને ધક્કો લાગી જાય છે ! આખા સંસાર પર વૈરાગ્ય ઝળકી ઊઠે છે ! એમ દીકરા ભરતને પિતાના સંસાર-ત્યાગની ભાવના જોઈ પિતાના પ્રેમની પાછળ ભરતના હૈયાને ધક્કો લાગી જાય છે. વૈરાગ્યનાં આ કારણો કેવા મામૂલી ! છતાં એનાથી અંતરમાં સમસ્ત સંસારસુખો પર વૈરાગ્ય જાગી જાય, એ આત્માની કેટલી ઊંચી વિવેકબુદ્ધિ! આજે આ વિવેકબુદ્ધિ કેટલામાં જોવા મળે ? બોલો, તમને આજે વૈરાગ્યના મામૂલી નહિ, પણ મહાન કારણો કેટલા જોવા મળે છે ? સંસારમાં લગ્ન વખતના કોલના પછીથી ભંગ છતાં વૈરાગ્ય ક્યાં છે? પહેલું તો, ઘેર ઘેર માટીના ચૂલા કહેવાય છે એ શું છે ? પરણ્યા'તા હોશે હોશે ! પરસ્પર કોલ આપ્યા હતા “હું તમને જીવનભર ખૂબ પ્રેમથી વળગી રહીશ” હવે કેમ છે ? કહો, હજી પાડોશી ગમશે ! ને એની જોડે વાત વીસામો કરશે ! પણ ઘરનું માણસ એટલું નથી ગમતું, ને એની જોડે શાંતિથી બેસીને વાત વિસામો નથી ગમતો ! ક્યાં ગયા પેલા કોલ કે જીવનભર હું તમને પ્રેમથી વળગી રહીશ ? શું આ વૈરાગ્યનું કારણ નથી ? જેણે આપણને પૂરા હેત ને પ્રેમ જીવનભર રાખવાના વિશ્વાસ આપ્યા, એ જ વિશ્વાસનો ભંગ કરે છે ! શું મનને એમ ન થાય કે “બળ્યો આ સંસાર ! કે જ્યાં આવા કેટલાય વિશ્વાસભંગ વધાવવા પડે છે !" પણ ના, વૈરાગ્ય નથી એટલે આવું કશું મનમાં ખોટું લાગતું નથી. મન વાળી લે છે “એ તો સંસારમાં એમ ચાલ્યા કરે. બાકી એમનાથી સુખ નિરાંત કેટલી બધી છે ! આ તો નાની વાત; બાકી વૈરાગ્યનાં કારણો તો આજે કેવા મોટા મોટા અને કેટલીય જાતના બને છે. 25. વૈરાગ્યનાં કારણો (1) આજના ભયંકર અકસ્માતો દા.ત. મોટર અકસ્માત, વિમાન અકસ્માત, સ્કૂટર-રીક્ષા અકસ્માત, ટ્રેન અકસ્માત કેવા કેવા થાય છે ! એમાં કેવી ભયંકર હોનારતો સરજાય છે ! અકાળે ધારણા બહાર કોઈનો પતિ ઊડી જાય છે ! તો કોઈની પત્ની ને કોઈનો દીકરો, તો કોઈનો બાપ ઊડે છે ! કીર્તિમેઈલનો ભયંકર અકસ્માત :વર્ષો પહેલા સૌરાષ્ટ્રમાં કીર્તિમેઇલનો અકસ્માત થયો એમાં ફર્સ્ટ ક્લાસના 336 - તરંગવતી