________________ મુનિ પૂર્વભવે કોણ ? : હવે જિનાગમનાં વિશારદ એ મુનિ પહેલાં પોતાના પૂર્વભવ કહે છે, જે તરંગવતીના પૂર્વભવની સાથે સંબંધવાળો છે. એ કહે છે કે, ચંપાનગરીની પાસે જંગલ છે. ત્યાં પારધીઓનો વાસ હતો. પારધીઓનો પોષાક બહુ સામાન્ય, પરંતુ શિકારે જાય ત્યારે લાલ કામળ ઓઢીને જાય; ને સાથે ધનુષ્ય અને પીંછાવાળા બાણનું ભાથું રાખે. શિકારમાં નાના હાથીઓનો શિકાર કરીને એનાં દાંત કાઢી લે, અને એ હાથીદાંતનો વેપાર કરે. હું ગયા ભવમાં હસ્તિ-પ્રહસ્તિ નામનો પારધી હતો. અમારે કોઈ આજીવિકાનો બીજો વેપાર નહીં, તો ખાવાનું શું ? ખાવામાં અમે માંસાહારી હતા. બાણ-વિદ્યામાં મારી એવી કુશળતા હતી કે મારું બાણ નિષ્ફળ જાય નહીં. એવો અચૂક-લક્ષ્મી હું બાણાવલિ હતો, તેમજ કોઈના પર ઘા કરવાનું આવે તો એમાં દઢપ્રહારી હતો. અર્થાત્ બાણનો સચોટ ઘા કરનારો. એક જ બાણપ્રહારથી મોટા હાથીને પણ પાડી નાખનારો હતો. મારા પિતાનું નામ કુંભસિંહ, અને મારી માતા અટવીશ્રી નામની હતી. મને મારા પિતા શિખામણ આપે છે “કે તું આપણો કુળધર્મ સાંભળ.” પારધીનો કુળધર્મ : અમુકની હિંસા નહિ :(1) કૂતરાને હણવો નહિ; કેમકે શૂરવીર માણસ કાયર કૂતરાનો શિકાર ન કરે. શિકાર કરે તો બહાદુર સિંહ-વાઘનો કરે. (2) શૂરવીર યુથાધિપતિને તારે હણવો નહીં; કેમકે એથી એનું આશ્રિત યુથ (ટોળું) બિચારું નિરાધાર થઈ જાય. (3) બચ્ચાઓની માતાને નહીં હણવી; કેમકે એમાં પણ બચ્ચા બિચારા નિરાધાર થઈ જાય. (4) માતાથી નહીં ત્યજાયેલું બચ્યું પણ તારે નહીં હણવું; કેમકે એથી પણ માતાને કારમો શોક થાય. કામ-મોહિત મતિથી ક્રીડા કરતું યુગલ તારે નહીં હણવું; કેમકે એમાં એને મરવાનાં દુઃખ કરતાં ઉત્કૃષ્ટ આનંદ ભોગવવામાં ત્રુટક પડવાથી ભયંકર દુઃખ થાય છે. (6) અતિ પ્રેમબદ્ધ યુગલમાંથી એકને નહીં હણવો કેમકે એમાં પછી જીવતા રહેલાને જિંદગીભર સંતાપ રહ્યા કરે છે. આ કુળ-ધર્મ બરાબર પાળજે; કેમકે જો કુળધર્મનો નાશ કરવામાં આવે, તો કુળનો હ્રાસ થાય છે કુળને હાનિ પહોંચે છે. 310 (5) - તરંગવતી