________________ એને ‘તમે અહીં ક્યાંથી ?' એમ પૂછેલું એટલે એણે પોતાનો પૂર્વ ભવથી અહીં સુધીનો અહેવાલ કહેતાં મને બાજુમાં એ સાંભળવા મળ્યો ! અને મને જાતિસ્મરણથી મારો પૂર્વનો પારધીનો ભવ દેખાઈ જતાં મને લાગ્યું કે “જે ચક્રવાક-ચક્રવાકી મારા નિમિત્તથી મરેલાં, તે જ આ યુવાન જોડલું હોવું જોઈએ.’ એનો મને ખૂબ પસ્તાવો થયો, અને પ્રાણના ભોગે પણ આ બંનેને બચાવી લેવાનો મેં નિર્ણય કરી એમને ગુપ્ત રસ્તે બહાર કાઢી જંગલના રસ્તે લઈ ચાલ્યો. એમાં રાતભર ચાલીને એક ગામ આવ્યું ત્યાં એમને છોડીને હું છૂટો પડી ગયો. હવે મને વિચાર આવ્યો કે ‘મારે ઘોર પાપોનાં ધામધૂત ચોરોની પલ્લીમાં પાછો જવાની કોઈ જરૂર નથી. મેં જે પૂર્વે સંસાર-સુખમાં રક્ત બનેલાં પંખેરાને વિયોગ કરાવેલો, એ પાપનાં પ્રાયશ્ચિત્તમાં અહીં મારા પ્રાણના ભોગે પણ આ બંનેને ચોરની પલ્લીમાંથી છોડાવવા.' છોડાવ્યા એટલે એટલા પાપનું વળતર થયું. પરંતુ એટલાથી શું થાય? જીવન તો મારું બહુ પાપોથી ખરડાયેલું હતું, મને આગળ વિચાર આવ્યો કે “જે રાગમૂઢ માણસ બીજાને દુઃખી કરીને સુખ મેળવવા મથે છે, તે ખરેખર પરિણામે પોતે જ મહાદુઃખી થવાનું કરી રહ્યો છે. એવું કોઈક જીવન મળે તો લઈ લેવું કે (1) જેમાં કોઈ જીવને દુઃખ ન આપવું પડે; (2) જેમાં પત્ની-પરિવાર-સગાવહાલા વગેરેનાં બંધન ન હોય; (3) જેમાં દુન્યવી પદાર્થો પ્રત્યે રાગ-દ્વેષ ન કરવા પડે; અને (4) જેમાં સુખ-દુઃખ પર સમભાવ રહે, સુખ-સગવડ-અનુકૂળતાના હરખ-આકર્ષણ નહિ, તેમ દુઃખ-અગવડ-પ્રતિકૂળતાના ખેદ-અભાવ નહિ. બસ, પરમાત્માની જ ઉપાસના હોય. આવું જીવન લઈ લેવું. એવા વિચાર પર આવી ગયો. જુઓ, એક વખતના દુષ્ટ જીવન જીવનારનું પરિવર્તન ! તરંગવતી અને પત્રદેવને પલ્લીમાંથી બહાર કાઢતાં ચોરે છેલ્લે જે વિચાર્યું, તે એ વાત અત્યારે પોતે મુનિ બનેલ તે અહીં તરંગવતીની આગળ કહી રહ્યા છે, કે મેં તો એ સ્ત્રી-પુરુષ બંનેને માત્ર પલ્લીમાંથી છોડાવ્યા એટલું જ; પરંતુ મારી જાત માટે તો માત્ર ચોરપલ્લીમાંથી જ નહીં કિન્તુ પરને દુઃખ આપવાના પાપ ઉપરાંત જૂઠ-ચોરી-પરિગ્રહ-વિષયગૃદ્ધિ...વગેરે પાપોથી ભરેલા આ 324 - તરંગવતી