________________ એકવાર એવું બન્યું કે ચોરો એક ખૂબસુરત યુવાન જોડલું યાને સ્ત્રી-પુરુષને પલ્લીમાં પકડી લાવ્યા; અને એ યુવાન-યુવતી એમની માન્ય કરેલી દેવી કાત્યાયની માટે બલિદાનના પશુ તરીકે સંકલ્પિત કરાયા ! પરંતુ ચોરોનાં સેનાપતિએ એ જોડલામાંની યુવાન સ્ત્રી જે અપ્સરા જેવી સુંદર બદનવાળી હતી, અને ચોરોનાં પણ હૃદયને આકર્ષી લેનારી હતી, એને દેવી કાત્યાયનીનાં ભયથી “આ સ્ત્રી જાત છે માટે અવધ્ય છે' એથી બલિદાન તરીકે દેવી આગળ ધરવાની એની હિંમત ચાલી નહીં. એ જોડલાને પકડી લાવતાં અલબત ઝવેરાત ભરેલી પેટી ચોરોને મળી ગયેલી, તે સેનાપતિને સોંપી દીધેલી. એટલે પણ ઝાઝું ધન મળી ગયું હોવાથી, સેનાપતિએ યુવતીનું બલિદાન દેવાનું માંડી વાળેલું; અને જોડલામાંના યુવાન પુરુષને સેનાપતિએ 2-3 દિન પછી નોમના દિવસે આનું દેવીની આગળ એક પશુ તરીકે બલિદાન આપવું, એમ જાહેર કરેલું. એમ કરીને એ બંનેને પાકી રક્ષા માટે મને સોંપવામાં આવ્યા. હું એ બંનેને પલ્લી-અંદરની એક પડાલીમાં લઈ ગયો. એમાં પુરુષને મેં એની પીઠ પાછળ એના બે હાથ બાંધી ભીંત પાસે લઈ જઈ, એ પુરુષને બંધન ખીંટીએ લટકાવી જમીન પર ઊભો રાખ્યો. એ વખતે એ સ્ત્રી કારમું રુદન કરતી હતી, પરંતુ મને કાંઈ એની દયા આવી નહીં; ઉપરથી એ પુરુષને હાથ બાંધતી વખતે એ સ્ત્રી રોકવા આવી તો મેં એને લાત મારીને દૂર ધકેલી ! પુરુષને બરાબર બાંધેલા હાથે જકડી ઊભો રાખીને હું બાજુની પડાળીમાં ચાલ્યો ગયો. ત્યારે એ તરૂણી કારમા રુદન કરતી, બીજા પણ બંદી તરીકે પકડાયેલા લોકોને રડાવી રહી હતી. એ રુદન સાંભળી મને એની કશી દયા ન આવી. હું જ્યારે ત્યાંથી ખસી ગયો એટલે બંદીજનોએ આશ્ચર્ય પામી અનુકંપાથી એને પૂછ્યું, અરે બેન ! તમે અહીં ક્યાંથી ?" એ વખતે એ સ્ત્રીએ મૂળ ચક્રવાકીનાં પૂર્વભવથી માંડીને બધી વાત કહેવા માંડી. અલબત હું ત્યાં બેઠો નહોતો. પરંતુ એનો અવાજ બાજુની પડાળીમાં જ્યાં હું બેઠો હતો ત્યાં સંભળાતો હતો. એમાં એ તરણી કહી રહી હતી કે, 318 - તરંગવતી