________________ હોમવાનું કરશે ! આવા જીવો મરતી વખતે પણ દેવ-ગુરુ-ધર્મના ખોળે કેટલું નાખવાના ? - દુનિયાની આ સ્થિતિ છે કે દાખલા તરીકે ઘરમાં 6 માણસનું કુટુંબ હોય, તો એક એક કુટુંબીની પાછળ કરાતા ખર્ચ જેટલું પણ ધર્મની પાછળ ખર્ચાતું નથી ! અને દેવ-ગુરુ-ધર્મને ભૂલીને આ સગાઓનો સ્વાર્થ સાધવા પાછળ સઘળું હોમી દેનારો, જો દિવાળીમાં માંદો હોય, તો એનાં ભાગે માત્ર મગનું પાણી અને ચા-ઉકાળો હોય છે. ત્યારે કુટુંબ આખું દિવાળીનાં માલની મિજબાની ઉડાવે છે ! અથવા એ મરવા પડે ત્યારે કુટુંબીઓ આંખમાંથી આંસુ પાડશે, પણ સાથે પોતાના ભાગના વલ પર મરવા પડેલાની સહી કરાવી લેવા દોડા દોડ કરશે ! કિન્તુ કોઈ લાવો એમની પાછળ મોટું સુકૃત જાહેર કરી, એમને પરલોક જવા ટાણે એમને સમાધિ આપવા ભરચક પુણ્યનું ભાતું બંધાવો.” એવું કોઈ કહેતું નથી. ધન્યકુમાર એટલે જ કહી રહ્યો છે કે “સ્વારથમાં સહુ કો સગા-મિલિયા છે સંસારે રે.” જ્યાં નકરા સ્વાર્થની જ માયા હોય, ત્યાં કદાચ એ બહુ પ્રિય માનેલો સગો ભયંકર આગ અકસ્માત કે રોગથી મરે એની પાછળ મરવાની તો વાત દૂર, પરંતુ ખાનપાનાદિ કશા સુખનો ભોગ આપવાની યે વાત રહેતી નથી ! ત્યારે અહીં, ચક્રવાકી અને પારધીએ જે ભોગ આપ્યો એ ધડો લેવા લાયક બને છે. આપણે ભલે મરનારની પાછળ અજ્ઞાનતાથી આપઘાત ન કરીએ, કિન્તુ સંસાર ત્યાગ કરવો યા તો જીવનભરનું બ્રહ્મચર્ય લેવું...વગેરે કોઈ પ્રબળ ત્યાગ કેમ ન બને ? તરંગવતી પારધીની આત્મ-કથા સાંભળતાં, પોતાની પાછળ એણે જીવતાં બળી મરવાનું જે પોતાની જાતનો ભોગ આપ્યો, એ સાંભળીને સ્તબ્ધ થઈ જાય છે ! પારધી મરીને વણિક: પારધી હવે આગળ કહે છે કે “મારા મનમાં ભરતી વખતે મારા પાપનો ખૂબ પસ્તાવો હતો, મારી પાપી જાત ઉપર અત્યંત દુર્ગચ્છા યાને ઘણા હતી, તેમજ દિલમાં અનુકંપા અને પાપ-પશ્ચાત્તાપથી ધર્મની શ્રદ્ધા થયેલી, એમ વિશુદ્ધ પરિણામનાં કારણે હું મરીને મનુષ્ય અવતાર પામ્યો, કાશી દેશ વારાણસી નગરીમાં એક વણિક શ્રેષ્ઠીનાં કુળમાં મારો જન્મ થયો, મારું નામ રૂદ્રયશ રાખવામાં આવ્યું. મોટો થતાં લેખન-ગણિત વગેરે કળાઓ શીખ્યો. 316 - તરંગવતી