________________ જ્ઞાનથી પોતે ચક્રવાક અને પ્રિયા ચક્રવાકી આવી આવી રીતે મરેલા એ ખ્યાલ પાછળ સળગતી ચિતામાં ઝંપલાવી દેવાનું મહાસાહસ કરેલું ! એટલે મનને શંકા પડી કે “શું પેલો ચોર પૂર્વે આ પારધી તો નહીં હોય ?' દુન્યવી પ્રેમની પાછળ પંખેરા ખતમ થઈ જાય છે અને આવો હાથીનાં શિકાર કરનારો અતિક્રૂર ઘાતકી અને નિર્દય જંગલી પારધી જેવો મનુષ્ય પણ દયાની ખાતર પ્રાણની આહુતિ આપી દે છે ! તો પછી આપણે તો આર્ય મનુષ્ય આપણને દેવ-ગુરુ-ધર્મમાં એવો રાગ ક્યાં છે, કે જરૂર પડે એમની ખાતર પ્રાણ પણ આપી દઈએ ? અરે ! એવો પ્રાણનો ભોગ તો પછી, પરંતુ એમની ખાતર થોડો પણ તન-ધન-સુખ-સગવડનો ભોગ આપી ધર્મ કરવાની એટલી બધી ઉમેદ કોડ ક્યાં છે ? આજે ભલે દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા ન હોય, તો પણ જયાં એકબીજાનાં ઉપર દુન્યવી અતિશય રાગના દાવા કરાય છે, પરંતુ પ્રેમીનાં એવાં કોઈ ભયંકર દર્દથી, યા એવાં ભયંકર અકસ્માતથી, કે બીજા કોઈ દુન્યવી ભયંકર સંયોગ ઊભા થવા પર મોત થતાં, એની પાછળ જાતે મોત વધાવી લેનાર પ્રેમી કેટલા ? અને દેવ-ગુરુ-ધર્મને સમજીને પ્રાપ્ત કર્યો હોય, એ કદાચ મરેલા અત્યંત પ્રિયની પાછળ એવો ખોટો આપઘાત ન કરે, તો પણ સંસારઘરવાસનો ત્યાગ કરીને ચારિત્ર માર્ગે નીકળી જનારા પ્રેમી કેટલા ? આ શું બતાવે છે ? એ જ કે એવો આપઘાત નહીં કરનારા ધર્મહીના મનુષ્યોને, યા ચારિત્ર-માર્ગ નહીં અપનાવનારા ધર્મી મનુષ્યોને, પોતાનાં મરેલા પ્રિય કરતાં પોતાના રંગરાગ અને માલ-મિલકત-પરિવાર ઉપર અતિશય વધારે ગાઢ રાગ છે. માટે તો જો પોતે પુરુષ હશે તો મરેલી અત્યંત પ્રિય પત્ની ઉપર બીજી પત્ની કરી રંગરાગ-વિલાસમાં મહાલશે ! “તમારા પર અમને અતિશય સાબિત થાય છે... એટલે જ ત્રિભુવનગુરુ ભગવાન શ્રી મહાવીર પરમાત્માની દેશના સાંભળીને 32 ક્રોડ સોનૈયાનો અને દેવાંગનાશી 32 યુવાન રમણીઓનો માલિક, આવીને માતાને ને પત્નીઓને પોતાનો ચારિત્ર લેવાનો નિર્ધાર જાહેર કરે છે ! ત્યાં માતા અને પત્નીઓ કલ્પાંત સાથે તેમ ન કરવા સમજાવે છે. પત્નીઓ 31 4 - તરંગવતી