________________ દલીલ-દષ્ટાંત વગેરે સાથે બોલે છે, એનું બોલવાનું ઠરેલ અને પ્રૌઢ ભાષાનું હોય છે, એટલે એની ઊંડી અસર પડે છે. ઉછાંછળા 50 વાક્યો બોલી નાખવાથી જે અસર ન થાય, તે હેતુ, યુક્તિવાળા અને પ્રૌઢ તથા ગંભીર જોખેલા માત્ર 15 શબ્દોથી અસર થાય છે. બહુ બોલવામાં નુકસાન H માનસશાસ્ત્ર એમ કહે છે કે “એક જ વાત માટે તમે વધારે વાર એનું એ બોલો છો એમાં તમને પોતાને તમારા જ આત્માનો વિશ્વાસ નથી કે “આ મારું બોલેલું સામાએ સાંભળ્યું-સ્વીકાર્યું હોય.” જો આત્મ-વિશ્વાસ હોય કે “સરખી રીતે અને હેતુ પુરસ્સર એક કે બે વાર કહું, તો એની સામા પર અસર પડે જ,' તો એ રીતે વ્યવહાર રાખવાથી પહેલો તો પોતાનો આત્મ-વિશ્વાસ વધે છે, અને સામા પર “આ તો બહુ બોલકણા' એવી આપણા માટે ખોટી છાયા પડતી નથી. દુનિયાના મહાન માણસોને જુઓ તો દેખાશે કે એ મોટા ભાગે જોખીને બોલનારા હોય છે. અલબત એક વાતની પુષ્ટિ મળે એટલા માટે જુદી જુદી દલીલથી અને દરેકની પાછળ જુદા જુદા દૃષ્ટાંતથી બોલી શકાય છે, ને એમ બોલવું એ કાંઈ બહુ વાચાલતા નથી ગણાતી. મિતાક્ષરી બોલવામાં એક મહાન લાભ એ છે કે, બોલવામાં (1) અસત્ય ઓછું આવે છે; (2) અપ્રિય ઓછું આવે છે; (3) પાછળથી ખોટા અને ભોંઠા પડવાનું થતું નથી. એમ જો મિતાક્ષરી ન હોય તો અસત્ય. નિરર્થક તથા અભિમાનભરી ભાષાનાં નિમિત્તથી કેટલાય પાપ બાંધવાનું થાય. એ નુકસાનોથી મિતાક્ષરી ભાષામાં બચી જવાનું થાય છે. દુનિયાની વિચિત્રતા કેવી છે કે માણસ જયારે પોતાના શરીરની અસ્વસ્થતાનું વર્ણન કરે છે, ત્યારે શબ્દોની મર્યાદા રાખતો નથી. પરંતુ પ્રભુની આગળ પોતાના આત્મદર્દની કથની કહેવામાં સાવ કંજૂસ ભાષાવાળો બને છે ! ખરી રીતે તો પ્રભુની આગળ પોતાના આત્મદર્દ જો વિસ્તારીને કહે તો એની પોતાનાં દિલ પર ઊંડી અસર પડે, અને એ દર્દી સુધારવાની વૃત્તિ ઊભી થાય. આ મનુષ્ય જીવનમાં મળેલી મહાકિંમતી સરસ્વતીનો સદુપયોગ શો? સરસ્વતી આપણી માતા છે. એને પવિત્ર જ રાખવી જોઈએ; તેમજ જયાં ત્યાં એનો ગેરઉપયોગ કરાય નહીં; નહીંતર પોતે પોતાની માતાને જ વ્યભિચારિણી બનાવવાનું કામ કર્યું ગણાય ! પરિમિત બોલવાનું રાખે એમાં જીભ-સરસ્વતીનો ગેરઉપયોગ કરવાનું અર્થાત્ અયોગ્ય સ્થાને ઉપયોગ કરવાનું ન થાય. 308 - તરંગવતી