________________ ત્યારે કુંભારણ દંડી દેખાડીને એમ કહેતી કે બેન ! સીધી ચાલને બા !' રસ્તે જતી એક બાઈએ એને પૂછયું કે “આવી અવળચંડી ગધેડીઓને “બેન” ને “બા” શું કહે છે ? તેથી એ થોડી જ સુધરી જવાની છે ?" ત્યારે કુંભારણ કહે. ‘બાઈ ! એ સુધરે કે ન સુધરે, પણ જો એને હલકા અને કર્કશ શબ્દો બોલું, તો પહેલું તો મારું જ બગડી જાય ! કેમકે એવી કર્કશ ભાષાની કુટેવ પડ્યા પછી મારે ત્યાં ઘડા લેવા આવનારી ઘરાકણ બાઈઓ પણ એવી આવે છે કે ચાર આનાનો ઘડો એક આનામાં માગીને ઊભી રહે, પાછી ઉપરથી મને કહે “અલી કુંભારણ ! તું તો લૂંટારણ છે કેટલા બધા પૈસા માંગે છે ?' હવે આવી ઘરાકણને જે હં કર્કશ ભાષાથી વાત કરું, તો એ એમ ને એમ ઘડો લીધા વિના ચાલતી જ થઈ જાય. તો મારે તો ઘરાકી જ તૂટી જાય. પણ બાઈ ! તને ખબર છે ખરી, કે એને પણ “બેન ને “બા” કહીને મધુરી પ્રિય ભાષાથી વાત કરવાની ટેવ રાખું છું, તો મારે ત્યાં માથાફોડીયા ઘરાકણોની ફોજ ઊતરી પડે છે, એની સાથે “બેન” ને “બા” ની ભાષાથી વાત કરવામાં ઘરાકી સારી થાય છે. કહે બેન ! એમાં મારું ભલું થયું કે નહીં ? ગધેડીઓ તો આમે ય કર્કશ બોલથી કાંઈ સુધરે એવી જાત નહીં, પછી શા માટે એવી ભાષાથી મારો સ્વભાવ બગાડું ? અને ઘરાક સાથે શા માટે એ સ્વભાવથી એવાં કર્કશ-અપ્રિય બોલ બોલીને ઘરાકી ગુમાવું ?' સંગત ભાષા કેવી હોય ? મહાત્મા મધુર અને પ્રિય ભાષાથી પોતાનો અધિકાર કહે છે તે પણ સંગતિવાળી ભાષાથી. “સંગતિવાળી ભાષા” અર્થાત્ સંગત ભાષા એટલે કે એક વાક્ય પછી બીજું વાક્ય બોલાય તે પૂર્વની સાથે સંબંધવાળું બોલાય. એની પછી ત્રીજું વાક્ય બીજા વાક્યની સાથે સંબંધવાળું બોલાય. એવાં એક પછી એક સંકલનાબદ્ધ વચનો બોલાય ત્યાં શ્રોતાનાં કાન ઊંચા ને ઊંચા રહે છે કે “હા, પછી શું ? પછી શું ?' અને જે સંભળાતું જાય છે એ સંગત સંકલનાબદ્ધ હોવાથી, એને હૃદયમાં ગોઠવવાનું શ્રોતાને સરળ થઈ પડે છે. ભણેલા માણસોમાં આવી સંગત ભાષાનો ખૂબ પ્રભાવ પડે છે. મિતાક્ષરી બોલીનો લાભ :- મહાત્મા જે અહીં કહે છે, તે મિતાક્ષરી ભાષામાં કહે છે, અર્થાત્ કોઈ જ વધારે પડતા શબ્દો કે વાક્યો બોલવાનું ટાળીને માત્ર જરૂરી એવા મર્યાદિત જોખેલા શબ્દોમાં બોલે છે. પ્ર.- એવું મર્યાદિત શબ્દોમાં બોલતાં સામા પર અસર શી રીતે પડે ? ઉ.- મર્યાદિત શબ્દમાં બોલનાર ઠરી કરીને બોલે છે, અને ચોક્કસ હેતુ કર્મ ! તારી ગતિ ન્યારી 307