________________ તેમાં અંતે સર્વથા કર્મક્ષય થઈ જીવ સિદ્ધિપદ પામે છે. તે એક જ સમયમાં અસ્પૃશદ્ ગતિથી જીવ ઊંચે જઈ ઉપર, લોકના અંતે રહેલ સિદ્ધશિલા પર આરૂઢ થાય છે. જ્યારે અહીં સર્વકર્મ ક્ષય કરનારા છેલ્લા શૈલેશી કરણને કરે છે ત્યારે, શરીરમાં રહેલા જીવની અવગાહના 1/3 ભાગ ઓછી થઈ જાય છે. એટલે હવે આત્મા 2/3 ભાગની અવગાહનાવાળો સિદ્ધશિલા ઉપર જઈ શાશ્વત કાળ માટે બિરાજમાન થાય છે. ત્યાં હવે કોઈ રાગ, દ્વેષ...વગેરે પાપ-સ્થાનકની ચિકાશ આત્મા પર છે નહીં, તેથી એના પર કોઈ કર્મ-રજ ચોંટી શકતી નથી. જે સંસ્થાન અર્થાત આકૃતિ અહીં મોક્ષ પામતાં હોય છે, તે જ સંસ્થાન સિદ્ધશિલા પર કાયમ માટે અવસ્થિત બને છે.” તરંગવતી-પધદેવ શું કહે છે ? : મુનિનો આ ભવ્ય ઉપદેશ સાંભળીને તરંગવતી અને પાદેવ ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે; એમનાં હૃદય પર એ ભારે અસર કરી જાય છે ! અને એ હાથ જોડી કહે છે કે, “ભગવન ! “ઇચ્છામો અણુસર્ફિં,' અર્થાતુ આપની હિતશિક્ષાને અમે સ્વીકારીએ છીએ.” પછી મસ્તક નમાવીને વંદન કરવા સાથે કહે છે કે “પ્રભુ ! ખરેખર આપે મનુષ્ય જન્મ સારો સફળ કર્યો કે આવી યુવાન વયમાં વિષય-સંગ છોડી દીધો ! અને ચારિત્રનાં કપરા પંથે જીવન ઝુકાવી દીધું ! પ્રભુ ! કૃપા કરીને એ બતાવો કે, તમને આ શી રીતે સૂર્યું? તરંગવતી આ એટલા માટે પૂછી રહી છે કે એ સાધુનાં જીવનમાંથી કોઈ એવી ભવ્ય પ્રેરણા મળી જાય કે જે પોતાને પણ સંસારમાંથી ઊભા કરી દે !' ત્યાગી મુનિ તો મળે, અને ખાલી ખાલી જીજ્ઞાસાથી એમનો પૂર્વ વૃત્તાંત પૂછવાનું ય કરાય, પરંતુ એ જાણીને કશી મહાન ત્યાગ-વૈરાગ્યની પ્રેરણા લેવાની ઇચ્છા જ ન હોય તો મુનિના જીવનને જાણીને પોતાને શી લેણદેણ? એમ વ્યાખ્યાનમાં કે એમ જ ખાલી ખાલી પ્રશ્નો કરી જિજ્ઞાસા બતાવી, પરંતુ એ જાણીને જીવનમાં આચરવાનું કશું લેવાનું ન હોય, તો એવાં ખાલીખમ પ્રશ્નો કરીને શું ? ભલે ને મહારાજ પાસેથી એનાં રોચક-પ્રેરક અને બોધક ઉત્તરો મળે, પણ એ મેળવીને શું? એવાઓ જિંદગી સુધી આ જ આદતવાળા બન્યા રહે છે ! અને એમનું જીવન તો પાછું “મિંયા ઠેર કા ઠેર” જેવું હોય છે. તરંગવતી પ્રશ્ન કરે છે તે અંતરની સાચી જિજ્ઞાસાથી કે આ મુનિ મહાત્માનું જીવન સાંભળવા મળે, તો એમાંથી અમને ક્યાંક જોરદાર વૈરાગ્યની પ્રેરણા મળે. કર્મ ! તારી ગતિ ન્યારી 305