________________ કોસાંબી તરફ એ અને પ્રિય બંને વાહનમાં બેસીને પ્રયાણ કરી રહ્યા છે. રસ્તામાં ડાંગરના રોપાઓ બહુ શોભી રહ્યા છે, આગળ આશાલિક ગામ આવે છે, ત્યાં અવનવું જોવા મળે છે ! વડની પૂજા : વીર વાસો : વડ પર વીરપ્રભુની ભાવના : એ ગામની બહાર એક મોટું વડનું ઝાડ છે. ત્યાંનાં લોકો એ વડની પૂજા કરતા હતા. કહે છે કે મહાતપસ્વી વર્ધમાનસ્વામિ પોતે તીર્થકર બનવા અગાઉ વિહારમાં અહીં આ વડના ઝાડની નીચે કાઉસ્સગ્ગ ધ્યાને રહેલા ! એ સાંભળીને તરંગવતી પદ્મદેવને ભારે આનંદ અને એ વડના ઝાડ પર માન ઊપજયું ! મનને થયું કે અહો ! નિર્ઝન્ય ધર્મ યાને શ્રમણ ધર્મની પ્રધાનતાવાળા શ્રી જિનશાસનના સ્થાપક ઉપદેશક, અને પોતાના જીવનમાં શીલ અને સંવરનું નિયંત્રણ રાખનારા વર્ધમાન સ્વામિ ઓહોહો ! અહીં રહેલા ? શીલનાં નિયંત્રણથી અહિંસાદિના મહાવ્રત પાળનારા, તે એવાં કે મને ક્યાંય અવ્રત પાપમાં તણાઈ જાય નહિ. તેમજ સંવરના નિયંત્રણથી બાર પ્રકારના તપની સાધનામાં જ દત્તચિત્ત બનેલા મહાવીર પરમાત્મા; હે ? એ પ્રભુ અહીં આ વડ નીચે ઠહેરેલા ? પ્રભુને આશ્રય આપનારા આ વડ અત્યારે આપણે મન જાણે પોતે જ મહાવીર પ્રભુ તરીકે ઊભો છે ! માટે વંદનીય છે. લાવો એને વંદન કરીએ”..... એમ કરી બંને જણ વડને પ્રત્યક્ષ મહાવીર પ્રભુ માનતા હરખિત થઈને ખૂબ ભાવથી વંદના કરે છે ! નામ નિક્ષેપે નામ પણ ભગવાન : પ્ર. ઝાડને ભગવાન મનાય ? માનીને વંદન થાય ? એથી લાભ મળે? ઉ.- જિન શાસન સામાન્યથી વસ્તુમાત્રના ચાર નિક્ષેપા માને છે. વસ્તુ ચાર નિક્ષેપે હોય છે,- નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપે, દ્રવ્ય નિક્ષેપે અને ભાવ નિક્ષેપે. નામ નિક્ષેપે વસ્તુનું નામ આવે, વસ્તુનું નામ એ પણ એજ વસ્તુ છે. નામ લખ્યું હોય, કોઈ પૂછે આ શું લખ્યું છે, તો કહેવાય છે. એ વસ્તુ દા.ત. અરિહંત નામ લખ્યું છે, ને પૂછાય આ શું લખ્યું છે ? તો કહેવાય અરિહંત ! શું અરિહંત ભગવાન પોતે આ છે ? હા, નામથી આ અરિહંત જ છે. અરિહંત અરિહંત નામ રટતાં હો ને કોઈ પૂછે શું રટો છો ? તો કહેવાય કે અરિહંત રટું છું. પ્ર.- અરે ! અરિહંતનું નામ રટો છો કે અરિહંત ? કર્મ ! તારી ગતિ ન્યારી 263