________________ દુઃશીલ સ્ત્રીઓ વેગિલી નદીઓ જેવી : ખરેખર ! આ જગતમાં જેમ જોશમાં દોડતી નદીઓ બે બાજુનાં મૂળને એટલે કે કિનારાને તોડી ફોડી નાખે છે, એમ દુઃશીલ સ્ત્રીઓ અને દીકરીઓ સ્વચ્છંદાચારી કામ કરીને કુળની કીર્તિને તોડી નાખે છે, એટલે કે અપયશમાં પાડી દે છે. સ્વચ્છેદ દીકરીઓ સેંકડો દોષોથી ભરેલી અને અપકૃત્ય કરનારી એ વિશાળ ઘરકુટુંબને કલંક લગાડીને મલિન કરનારી હોય છે. એટલે જ સંસારમાં તે માણસોને ધન્ય છે, કે જેના કુળમાં દીકરીઓ જ જનમતી નથી. કુશીલ દીકરીઓનાં નિમિત્તે અપયશ ઊભો થાય, એનાથી જીવનભર બળતા સંતાપ કરતાં રહેવું પડે, એવી સ્થિતિ જ બનતી નથી. દીકરીઓ પર કેટલો વિશ્વાસ મૂકાય ? દીકરીઓ તો સાપના ભારા જેવી છે. જો એના પર અંકુશ ન રાખ્યો, તો એ સાપ ક્યારે ડસી બેસે અને કુળને કલંકનું ઝેર આપી દે, એનો પત્તો નહીં, એવી સ્થિતિ શીલ સંયમમાં નિશ્ચલ નહીં અને છૂપા દુરાચાર કરનારી પરણેલી સ્ત્રીઓની હોય છે. ધિક્કાર પડજો મને ! કે મારે ત્યાં આવી દીકરી જન્મી ગઈ ?'' સંસારની કેવી વિચિત્ર સ્થિતિ છે. એ આ પરથી દેખાય છે કે, માણસ જયાં પોતાનું મનમાન્યું ધાર્યા મુજબનું બને ત્યાં ખુશીનો પોટલો થઈ જાય છે. પણ મનસાથી વિરુદ્ધ તે પણ પોતાની ધારણા બહારનું બને, ત્યાં દુઃખની પોક મૂકે છે ! અને જેને વખાણતો હતો એનો જ ભારે શોક અને કલ્પાંત કરે છે. એ પરથી નક્કી થાય છે કે સાંસારિક વસ્તુમાં સુખ પણ નથી અને દુ:ખ પણ નથી. સુખ અને દુઃખ માત્ર પોતાની કલ્પના પર છે. એ પ્રસંગ અંગે તેવી તેવી કલ્પનાથી સાબિત થાય છે. છતાં શું જોઈને જીવો દુનિયાના પદાર્થ પર ઓવારી જતા હશે ? જેના પર રાગ એના પર જ વૈષ ને દુ:ખ કરવા પડે ? એવું જીવનમાં તો ઠામઠામ અનુભવવામાં આવે છે. દીકરાને સારી રીતે રાખીને ઉછેરીને મોટો કર્યો હવે એ જ દીકરો પત્નીનો ચડાવ્યો માબાપથી વિરુદ્ધ થાય ! જુદું રહેઠાણ માંડે ! અને માબાપના પોતાના દુશ્મન દેખી એમના સામું પણ ન જુએ ! ઊલટું ઉપકારી માબાપનું સમાજમાં ઘસાતું બોલે !... આવું આવું સંસારમાં કેટલું ય બને છે એ નજર સામે દેખાય છે. છતાં અજ્ઞાનતા ને મૂઢતા એવી છે કે જીવોને વસ્તુનું એ વિપરીત નીપજનારું ભાવી સ્વરૂપ પહેલાં દેખાતું નથી ! તેથી એની પાછળ પાગલ થઈ જાય છે. કર્મ ! તારી ગતિ ન્યારી 28 7