________________ એ સાધુ તમારા પિતામુનિ છે. તમારા પિતાએ તમને નાની ઉંમરમાં રાજા બનાવી તમે મોટા થાઓ ત્યાં સુધી રાજય તમારી માતા અને મુખ્ય દીવાનને ચલાવવાનું સોંપી એમણે ચારિત્ર લઈ લીધેલું. હવે સાધુ બની ગયેલા એ અહીં આવ્યા દેખાય છે. પરંતુ અહીં તો એમની દીક્ષા પછી તમારી માતાને ડર લાગેલો કે એ પતિ સાધુ જો અહીં આવશે, તો આ પુત્ર પણ એમની જ ખાનદાનનો છે. એટલે એ સાધુ થઈ પિતામુનિ સાથે ચાલ્યો જશે તો પછી મારે આધાર કોનો ? એટલે એવું કરું કે પિતામુનિ આ નગરમાં આવી જ શકે નહિ. પણ એટલા માટે કાંઈ એકલા સાધુને નગરમાં પેસવા દેવાનો નિષેધ કરાય નહીં, તેથી માતાએ સર્વ સામાન્ય કોઈ જ સાધુ બાવાને પેસવા ન દેવા એવો પ્રબંધ કર્યો. એટલે સિપાઈઓ ગમે તે સાધુ બાવા જોગીને નગરમાં પેસવા દેતા નહોતા. એ હિસાબે અત્યારે આ પિતા રાજાને પણ અહીં દાખલ થવા દેતા નથી એમ લાગે છે.” આ સાંભળીને નાના રાજા સુકોશલની આંખમાં એક બાજુ પિતાની કરુણ દશા જોઈને આંખમાં આંસુ આવી ગયા, અને બીજી બાજુ માતા રાણી પર ધિક્કાર છૂટ્યો, ભારે ગુસ્સો આવ્યો કે “આ સ્ત્રી પોતાના પતિની જ આ વિટંબણા કરે છે ? પરંતુ એમાં એનો વાંક નથી આ ગોઝારો સંસાર જ એવો કે જીવો પાસે ન કરવાનાં કામ કરાવે.' આમ માતાની દુર્દશા દેખવા પર, પોતાના મન પર પોતાના સંસારની પણ સંભવિત ભાવી દુર્દશા જાણી, વૈરાગ્ય લશ્કર...વગેરેની ભારે અનુકૂળતા હતી; એના પર કશો ભય નહોતો આવ્યો છતાં પોતે બીજાનાં (માતાના) સંસારની દુર્દશા જોઈને વૈરાગ્ય પામી ગયા ! અને તરત સીધા નીચે ઊતરી નગર બહાર પિતામુનિ પાસે પહોંચી જઈ ચારિત્ર આપવાની પ્રાર્થના કરે છે. આમ સંસારમાં કઈ પ્રકારની દુર્દશા જીવો ભોગવે છે. જો હૈયું વિટું ન હોય તો એ જોતાં જીવ પોતે ભડકી ઉઠે, અને સંસાર પર વૈરાગ્ય લાવી, ચારિત્ર માર્ગે નીકળી પડે ! અલબત બધાની આટલી તાકાત ન હોય એટલે એકદમ જ ચારિત્ર માર્ગે જ નીકળી પડે એવું ન બને, તો પણ મનમાં ભારે તલસાટ હોય કે ક્યારે હું ચારિત્ર લઉં અને સર્વપાપથી મુક્ત બનું! ક્યારે હું મોક્ષ પામું !' તેમજ એ ચારિત્ર જલદી ઉદયમાં આવે એ માટે શ્રાવકધર્મનાં વ્રત નિયમ આચારો અને બીજી બાજુ અનેક પ્રકારની ધર્મકરણીઓ ખૂબ ખૂબ હોશથી કરવા લાગી જાય. 294 - તરંગવતી