________________ अर्थकामौ हि वाञ्छतामपि पुरुषाणां न धर्मव्यतिरेकेण संपद्यते / धर्मवतां पुनरतर्कितौ स्वतः एवोपनमेते / अत: अर्थकामार्थिभिः पुरुषैः परमार्थतो धर्मएव उपादातुं युक्तः / तस्मात् स (धर्मपुरुषार्थः) एव प्रधानम् इति / અર્થાત્ અર્થ અને કામ પણ ઇચ્છનારા પુરુષોને ધર્મ સિવાય એ અર્થકામ પ્રાપ્ત થતો નથી. જયારે ધર્મીને તો ધારણા બહાર અર્થ ને કામ આપોઆપ આવી મળે છે. એટલા માટે અર્થકામની ઇચ્છાવાળા પુરુષોએ (પણ) વાસ્તવિક રીતે ધર્મ જ કર્તવ્ય છે, ધર્મ જ આરાધવો યોગ્ય છે. એટલા જ માટે (જીવનમાં) ધર્મ જ પ્રધાન છે. આ ઉપમિતિ મહાશાસ્ત્રનાં વચન છે. આમાં સ્પષ્ટ સુચવ્યું કે, “અર્થકામની ઇચ્છાથી પણ ધર્મ કરાય; એટલે કે ધર્મ જ કરવો જોઈએ, પાપ નહિ, પણ ધર્મ જ કરવા યોગ્ય, કિન્ત; પાપો કરવા યોગ્ય નહિ.” અને એમ કહીને સૂચવ્યું કે જીવનમાં જે કારણે વારે વારે જરૂરિયાત ઊભી થાય છે, તેથી જ ઠામઠામ ધર્મને આગળ કરવો જોઈએ. તરંગવતીને આ શાસ્ત્રકાર ભગવંતો ને એમનાં શાસ્ત્રો પર કેટલી બધી શ્રદ્ધા હશે ! કે મનમાન્યો પતિ મેળવવા માટે કોઈ મિથ્યા દેવી દેવતાની પૂજા માન્યતા કરવાનું મનમાં ય લાવતી નથી. પરંતુ અરિહંત ભગવાનનો કહેલો આયંબિલ તપધર્મ કરવાનો નિર્ધાર કરે છે. કુત્વની ત્રણ ગુદ્ધિમાંની વચનશુદ્ધિ પણ એજ કહે છે કે, સમકિતી આવું જ બોલે, કે “જિનભક્ત જે નવિ થયું તે બીજાથી નવિ થાય રે !' ‘તરંગવતી’ શાસ્ત્રકાર કેવા ? : ભૂલવા જેવું નથી કે આ ‘તરંગવતી તરંગલોલા મહાશાસ્ત્ર રચનાર જબરજસ્ત યુગ પ્રભાવક પૂ. આચાર્ય ભગવંત શ્રી પાદલિપ્તસૂરિજી મહારાજા છે. એ જ સમજતા હોત કે ‘તરંગવતીએ મનગમતા પતિ માટે 108 આયંબિલ ધાર્યા. એ એણે દુર્ગતિઓમાં રિબાવાનું પાપ કર્યું,' તો તો એ વસ્તુનો એમણે સાથે ઉલ્લેખ કર્યો હોત. પરંતુ એવો ઉલ્લેખ ન કરતાં, તરંગવતીને મનગમતો પતિ મળ્યા પછી 108 આયંબિલ કરનારી બતાવીને એની ધર્મિષ્ઠતા સૂચવી છે. શાસ્ત્રવિરુદ્ધ ભાષણો કરનાર કે લેખો લખનારા લોકો મહાન પાદલિપ્તાચાર્યને અને મહાન તરંગવતી સતીને શું ન્યાય આપી રહ્યા છે ? કે અન્યાય કરી રહ્યાં છે ? એ સ્વમતિકલ્પિત સિદ્ધાન્તની અંધશ્રદ્ધાનાં કાળા ચમાં ઉતારીને ‘શાસ્ત્રી પ્રમાણ' એ શ્રદ્ધા સાથે ડાહ્યા માણસે વિચારવા જેવું છે. કર્મ ! તારી ગતિ ન્યારી