________________ દ્રૌપદીએ ચીર માગ્યા : દુર્યોધનની સભામાં દ્રૌપદીનાં ચીર ખેંચાતા હતા ત્યાં દ્રૌપદીએ અરિહંતને પ્રાર્થના કરી કે, પ્રભુ ! મારે તમારો જ આધાર છે. તમે મારી લાજ રાખો “લજ્જા મોરી રાખો દેવ ખરી, દ્રૌપદી રાણી યું કર વિનવે, કર દોય શીશ ધરી,” અને ખરેખર અરિહંતની પ્રાર્થનાથી ખેચાઈને શાસનદેવીએ આવી એની લાજ રાખી. અંગ ઉપર ચીર કેટલાં બધા લાંબા પૂર્વે રાખ્યા કે ચીર ખેંચનારો ચીર ખેંચ્યું જ જાય, ખેંચ્યું જ જાય, પરંતુ દ્રૌપદીનું શરીર ચીર વિનાનું ખુલ્લું થયું જ નહિ ! અંગ ઉપર ચીર બન્યા જ રહે, અને લાજ ઢંકાઈ રહે, એવી સાંસારિક વસ્તુ માગી ?' જો, આ સાંસારિક વસ્તુ માગી, એ હકીકત છે તો “ભગવાન પાસે મોક્ષ જ મંગાય, સંસારનું કશું મંગાય જ નહીં.” એમ બોલવું એ શાસ્ત્રોને અસંગત છે. મહાસતી ઋષિદત્તાએ પોતાના ઉપર ચડેલો ખૂની ડાકણ તરીકેનો ખોટો આરોપ ઉતારવા જંગલમાં પોતાના તાપસ પિતાએ પૂર્વે રાજાપણામાં કરાવેલ ભવ્ય જિનમંદિરનો આશરો લીધો; તથા ભગવાનની પૂજા ભક્તિ વગેરે ધર્મ કરવામાં સમય પસાર કર્યો અને સમય જતાં આરોપ કલંક તો ઊતરી ગયું, ઉપરથી કલંક ચડાવવાનો પેંતરો રચનાર બીજી રાજકન્યા રુક્મિણીને પરણી બેઠેલા પતિ રાજકુમારે રુક્મિણીનો પ્રપંચ જાણ્યા પછી એને તરછોડવાનું કર્યું, ત્યારે ઋષિદત્તાએ જ એને માફી અપાવવાની મહાન ઉદારતા કરી. અહીં ઋષિદત્તાએ કલંક ચડ્યા પછી જંગલમાં જિનભક્તિ આદિ ધર્મ કર્યો, એ કલંક ઉતારવાની સાંસારિક વસ્તુ માટે કર્યો. એકવાર તરંગવતીએ સારસિકાને પૂછ્યું કે, “અલી સારસિકા, જ્યારે હું અહીંથી પ્રિયની સાથે ભાગી ગઈ, પછી તું ઘરેણાનો ડબ્બો લઈને તો આવી હશે અને મને જોઈ નહીં હોય, પછી તે શું કર્યું? અને આગળ શું શું બન્યું, તે મને કહે " સારસિકાએ આપેલા પૂર્વ અહેવાલ : સારસિકા કહે છે, “સ્વામિની ! તે મને દાગીનાનો ડબ્બો લઈ આવવા આદેશ કર્યો, એટલે હું સીધી ઘરે ગઈ, અને જોઉં છું તો ઘરમાં માણસો પોતપોતાના કાર્યમાં વ્યગ્ર હતા, તેથી હું કોઈ ન જાણે એમ ચુપકીદીથી ઘરની અંદર પેસી ગઈ. પણ ભય અને શંકાશીલ હતી છતાં તમારા ઓરડામાં જઈને - તરંગવતી 284