________________ ઉં, વ્યવહારમાં બંને બોલાય છે. “અરિહંત' રટું . અરિહંતનું નામ રટું છું;” કેમકે અરિહંતનું નામ અપેક્ષાએ અરિહંતથી કાંઈ જુદું નથી. માટે તો સામો કહે “અરિહંત' રટું , તો એની સાથે કોઈ ઝગડો નથી કરતું કે “એય! અરિહંતનું નામ રટે છે ? કે અરિહંત રટે છે ? કેમ ઝગડો નહિ ? કહો નામ અને નામવાળાને એક જ યાને અભિન્ન માનવામાં આવે છે. માટે સવારે ઊઠતાં જ “અરિહંત' બોલો, ત્યાં એમ નથી કહેતા કે હું અરિહંતનું નામ બોલ્યો, એમજ કહો છો “અરિહંત' બોલ્યો. હવે સામો પૂછે “અરિહંત' શું છે? તો ઉત્તરમાં કહેવાય છે “અરિહંત' અમારા ભગવાન છે. સામો પૂછે - પ્ર.- કોણ ભગવાન? અરિહંત તો નામ છે, તો શું નામ એ ભગવાન? સ્થાપના નિક્ષેપે મૂર્તિ પણ ભગવાન : ઉ.- હા, જેમ વિચરતા તીર્થકર ભગવાન એ અરિહંત છે, તેમ “અરિહંત' નામને પણ અરિહંત જ કહેવાય. એમ સ્થાપના નિક્ષેપે અરિહંતની મૂર્તિને પણ આ અરિહંત છે એમ કહેવાય છે; ત્યાં અરિહંત મૂર્તિ માટે એમ ખુલાસો નથી કરાતો કે આ અરિહંત નહિ, પણ અરિહંતની મૂર્તિ છે. જેમ “અરિહંત' નામ એ અરિહંત, તેમ અરિહંતની મૂર્તિ પણ અરિહંત જ છે. કોના દર્શને જાઓ છો ? તો કહેવાય છે કે મહાવીર ભગવાનનાં. ત્યાં એમ નથી કહેવાતું કે મહાવીર ભગવાનની મૂર્તિનાં દર્શને. કેમ વારુ એમ ? કહો, ભગવાનની મૂર્તિ એ ભગવાન જ છે માટે, તેથી તો વ્યવહારમાં જુઓ ઘરમાં ગ્રૂપ ફોટો હોય અને બહારથી અજાણ્યો મહેમાન આવેલો ફોટામાં ઓળખ પૂછે, આ કોણ ? “તો ઘરનો છોકરો કહે છે,- “આ મારા પિતાજી, આ મારા માતાજી,” ત્યાં એમ થોડું જ કહેવાય કે આ તો મારા પિતાજીનો ફોટો છે. મારા પિતાજી નહિ” અરે ! એટલું જ નહિ, પણ ફોટામાં ખરેખર પિતાજી સમજી પિતૃભક્ત પુત્ર રોજ એમને ફૂલહાર ચડાવે છે. દેશનેતાના બાવલાની લોક પૂજા કરે છે ને ? સન્માન-સલામી કરે છે ને ? મૂર્તિમાં વ્યક્તિનો આ જગપ્રસિદ્ધ વ્યવહાર છે. મૂર્તિને વ્યક્તિ માની જગત એનાં પૂજન સત્કાર સન્માન સલામી કરે છે. મૂર્તિપૂજાના વિરોધી બિચારા આ સમજી શકતા નથી, એટલે મશ્કરીમાં - તરંગવતી 264