________________ લવારો કરે છે કે લો આમના ભગવાન પત્થરમાં આવી ગયા ! એમ કરી ભગવાનની મૂર્તિની એટલે કે ભગવાનની આશાતના કરે છે ! પાછો એ પોતાના બાપની કે ગુરુની તસવીરને જોઈને કહેશે આ મારા પિતાજી આ મારા ગુરુજી; ને જો કોઈ વિરોધી એ તસવીર પર ઘૂંકશે, તો તો એના પર આ મૂર્તિ વિરોધી ગુસ્સે થઈ કહેશે એય હરામખોર ! મારા બાપ પર થૂકે છે ? મારા ગુરુ પર થૂકે છે ? ખૂબી તો જુઓ, મૂર્તિનો ને મૂર્તિપૂજાનો વિરોધી યુવાન જો કોઈ મનમાની રૂપસુંદરી યુવતી સાથે સગાઈ સંબંધથી ગંઠાયો, તો એનો ફોટો લોકેટમાં રાખી એકાંતમાં કામ વિહ્વળ બનેલો લોકેટને બચ્ચી ભરી કહે છે - ઓ મારી પ્યારી ! શું તારું રૂપ ? એને કોણ કહે, “અલ્યા ! શું લોકેટ- ફોટો એ તારી પ્યારી ? કે જીવંત જાગ્રત એ યુવતી તારી પ્યારી ?' - વડ એ મહાવીર ? :- મૂર્તિ-ફોટો વગેરેમાં મુખ્ય વસ્તુ તરીકેના જગપ્રસિદ્ધ વ્યવહાર છે. સો રૂપિયાની નોટનો લોકો એમજ વ્યવહાર કરે છે. કોઈને નોટ આપતાં કહે છે, લો આ સો રૂપિયા. ત્યાં સામો એમ નથી કહેતો કે આ તો સો રૂપિયાની નોટ છે, સો રૂપિયા નહિ; કેમ એમ ? કહો, ગવર્મેન્ટની ટંકશાળમાં છાપેલી નોટમાં સો રૂપિયાની સ્થાપના થયેલી છે. વસ્તુની સ્થાપનાને પણ વસ્તુ જ કહેવાય છે, અને એના પ્રત્યે વસ્તુ જેવો વ્યવહાર થાય છે. માટે તો બજારમાં માલ ખરીદીને ઘરાક નોટ આપતાં કહે છે લો આ સો રૂપિયા. એવું કાંઈ નોટનાં માપનું ખાલી કાગળિયું આપી ન બોલાય કે ‘લો આ સો રૂપિયા.' કેમકે કાગળિયામાં સો રૂપિયાની સ્થાપના નથી થઈ. સ્થાપનાનો કેટલો બધો મહિમા છે ! કે ક્ષત્રિયાણીઓ પતિ પરદેશ જાય ત્યારે એની મોજડી લઈ રાખતી, અને એમાં પતિની કલ્પના (સ્થાપના) કરીને એને પતિ તરીકે પૂજતી, અને વિનંતી કરતી કે “સ્વામિનાથ ! મારે તો તમે જ એક નાથ, તમારા સિવાય કોઈના તરફ મારી આંખ પણ ન જાય, એવું મને બળ આપજો. મારા શીલની રક્ષા કરજો. આ જ વાત અહીં છે, - જે વડના ઝાડ નીચે મહાવીર પ્રભુ ધ્યાનમાં રહેલા, એ વડમાં પ્રભુની સ્થાપના કરી વડને જ મહાવીર જિનવર તરીકે માનતી તરંગવતી નીચે પડી નમસ્કાર કરે છે ! ને પછીથી હાથ જોડી સ્તુતિ કરે છે. વડ પર વીરની સ્તુતિ :* “હે તરુવર ! તને ધન્ય છે, તું કૃતાર્થ થયેલો છે, કે જે તારી છાયામાં કર્મ ! તારી ગતિ ન્યારી 265