________________ જાણ્યા વિચાર્યા વિના ઉતાવળા નિર્ણય લઈ લેવામાં અને તદનુસાર અનુચિત વાણી વર્તાવ કરવામાં આવે છે, પણ પાછળથી કેવુંક પસ્તાવું પડ્યું ને ? પ્ર.- પણ સંસારમાં આપણને પહેલેથી બધી વાતની થોડી જ ખબર પડે છે તે બહુ વિચાર કરી નિર્ણય લઈએ ? ઉ.- ભલે ઉપલકથી ખબર ન પડે, પરંતુ નિર્ણય લેતાં પહેલાં એનાં વિવિધ પ્રત્યાઘાત વિચારી શકાય. પ્રસ્તુતમાં જ (1) ઋષભસેન શેઠે ધનદેવ શેઠ માગવા આવ્યા ત્યારે તરંગવતીનો સહેજ અભિપ્રાય લીધો હોત, તો એને કેટલો બધો પ્રકાશ મળત !! અથવા (2) ધનદેવને સહેજ પૂછ્યું હોત કે તમારા પુત્રની ઇચ્છા પૂછીને આવ્યા છો ? અથવા (3) એના પુત્રને બોલાવી પૂછ્યું હોત કે તને કેમ મારી કન્યાની ઇચ્છા થઈ ?... વગેરે વિશેષ તપાસ કરતાં કાંઈક નવું જાણવા મળી આવતે ખેર. પેલો કુલ્યાહસ્તિ નોકર કહી રહ્યો છે કે “નાના સાહેબ ! નગર આખામાં તમો બંનેના જાતિસ્મરણની અને તમારા પૂર્વભવની રોમાંચક વાતોની ખબર પડતાં, તેમજ તમારી માતાનો કલ્પાંત જોતાં સૌને રોવું આવી ગયું હતું. વાતાવરણ ખૂબજ કરુણ બની ગયું હતું. પછી ઋષભસેન શેઠે ધનદેવ શેઠને કહ્યું આપણે ખાલી પસ્તાવો કરતાં બેસી રહીશું એમાં કાંઈ વળશે નહિ, આપણે ચારે બાજુ તપાસ કરાવીએ; કેમકે હજી ગઈ સાંજનો બનાવ છે, તેથી બંને કેટલે પહોચ્યા હશે ? એમ કહી બંને શેઠિયાએ ચારે બાજુ તપાસ માટે માણસો દોડાવ્યા; એમાં મને પણ તપાસ માટે રવાના કર્યો. “મેં પણ જુદે જુદે સ્થળે જઈ તપાસ કરવા માંડી, પણ તમારો પત્તો ક્યાં મળે ? કોઈ જ તમારી ભાળ આપતું નથી, એમાં મને વિચાર થયો કે તમારી પાસે ભાતું ખૂટી ગયું હોય એટલે કોઈ મોટા શહેરમાં માગવા ન જાય. એ તો ગામડાઓમાં આમતેમ ફરતા હોય કે જેથી ત્યાં કોઈ ને કોઈ ગામડાના સહૃદય માણસ એમનો અતિથિ સત્કાર કરનાર મળી આવે. બીજું મને એ લાગ્યું કે (1) જેમ કોઈ માણસ રોષમાં બહારગામ ચાલી જતાં સાથે પૈસાનો સંગ્રહ બરાબર ન રાખ્યો હોય, તો આજીવિકા માટે નાના ગામડાનો આશ્રય લે છે; કેમ કે ત્યાં એની હોશિયારીનો સારો ઉપયોગ થાય; એમ, (2) જેમણે અપરાધ કર્યો હોય એ પણ જો ખાનગી ફરવું પડે તો મોટા શહેરોમાં ન સંતાતો ફરે પણ ગામડાઓમાં જ ગુપ્ત રીતે ફરતો હોય; મારે મન આમ બંનેએ માતાપિતાને જણાવ્યા વગર આ ગુપ્તપણે ભાગી જવાનો 2 પર - તરંગવતી