________________ સૂઝશે, એ હિસાબે અહીં અંતકાળ પણ બગડી જશે ! ને પરભવે તો બેહાલ દશાનો પાર નહિ રહે ! કોને ખબર અહીં ધર્મ સાધ્યા વિના આ જન્મ પછી તો કેટલાય ધર્મ વિનાના પાપભર્યા હલકા અવતાર મળ્યા કરશે !!" આમ એમને જીવનમાં ધર્મદષ્ટિ ઠસાવીએ, તો એમનામાં ધર્મ સાધના આવે. એ વિના મોક્ષદષ્ટિનું જ સમર્થન કર્યા કરાય તો ધર્મના આચાર ક્યાંથી આવવાના ? જેનશાસ્ત્રો જીવનમાં આવા પ્રધાનપણે ધર્મદષ્ટિ જગાવવાના ઉપદેશોથી ભર્યા ભર્યા છે. કોઈએ એમ નથી કહ્યું કે “ધર્મ બહ કરતો હોય કે એની ચિંતા નહિ. માત્ર દષ્ટિ મોક્ષની રાખવી. જો મોક્ષ સિવાય સંસારની અનુકૂળતા માટે ધર્મ કરે તો દુર્ગતિમાં ભટકે. આવું જ્ઞાનીઓએ કેમ ન કહ્યું? કહો, ધડમૂળમાં જેમને હજી જીવનમાં ધર્મદષ્ટિ જ નથી આવી, સાંસારિક કા છોડીને ધર્મ કરવાની કશી તાલાવેલી જ જેમને નથી. એને પહેલાં માત્ર મોક્ષદષ્ટિનું સમર્થન કરતા રહેવામાં, એ જીવો જીવનમાં મોક્ષની દૃષ્ટિને ગોખશે, પણ ધર્મદષ્ટિને નહિ, તેથી ધર્મના આચરણને મુખ્ય નહિ કરે. એ તો ધર્મદષ્ટિ જગાડવા જીવોને જીવનમાં ધર્મની પ્રધાનતા રાખવાનું ઠસાવ્યા કરો; જિનશાસન મળ્યાની કિંમત સમજાવી પાપ છોડી છોડી ધર્મમાં લાગ્યા કરવાનું કહ્યા કરો;- “બને તેટલી પાપપ્રવૃત્તિ બંધ કરો, અને બને એટલો ધર્મ કરી લો, નહિતર માર્યા જશો, જીવન તો જોતજોતામાં પૂરું થઈ જશે, પછી ધર્મ વિના એકલા પાપાચરણો લઈને ક્યાં જઈને ઊભા રહેશો?” એમ પાપત્યાગ અને ધર્મપ્રવૃત્તિની ખૂબ પ્રેરણા કર્યા કરો, તો જ એ ધર્મપ્રવૃત્તિ ખૂબ કરતા થાય, અને શ્રાવકધર્મના ખૂબ આચારો પાળતા થાય. “આજના જીવોમાં મોક્ષદષ્ટિ પહેલાં ધર્મદષ્ટિ જગાવવાની તાતી જરૂર છે. ધર્મદષ્ટિ તો એવી જગાવાય કે શ્રોતાને હાડોહાડ લાગી જાય કે બાપ રે ! હું જો જીવનમાં ધર્મની મુખ્યતા અને ધર્મની પુષ્કળતા નથી લાવ્યો તો માર્યો જઈશ ! અસ્તુ. નોકર કુલ્માષહસ્તી વિગત કહે છે, નાનાશેઠ ! ગામડે ગામડે ભટકતો શોધતો અહીં આવ્યો, ને સારું થયું કે ભગવાન મારા પર રીઝયા તે તમારો ભેટો થઈ ગયો ! ને મારો પરિશ્રમ સફળ થયો ! લો, હવે મને બંને શેઠ સાહેબોએ આ બે પત્રમાં તમને આપવા માટે આપ્યા છે, તે લો,” પદ્મદેવ પત્રને નમસ્કાર કરીને સ્વીકારે છે, અને ખોલીને ધીમે ધીમે વાંચી લે છે, મોટેથી બોલીને નહિ, કેમકે એમાં જો કાંઈક રહસ્ય ગુપ્ત રાખવા 2 58 - તરંગવતી