________________ જેવું લખ્યું હોય તો તે ગુપ્ત રાખી શકાય. પછી પત્રમાં જોયું કે એવું કાંઈ ખાનગી રાખવા જેવું નથી, એટલે મોટેથી વાંચે છે શું લખ્યું હતું એમાં ? તરંગવતી સાધ્વી શેઠાણીને પોતાનો અહેવાલ કહી રહી છે કે ‘ગૃહિણી ! મને ભારે ભય હતો કે પિતાજીના આવેલા પત્રમાં કોણ જાણે કેવો ય ગુસ્સો ઠાલવ્યો હશે ? ને કડક ઠપકો લખ્યો હશે ? પણ જ્યાં પહ્મદેવે હવે મોટેથી પત્ર વાંચ્યો, ત્યારે જોયું કે પત્ર બિલકુલ રોષ વિનાનો અને ખૂબજ પ્રેમભર્યો, લાગણીભર્યો, અને પ્રસન્નતાભર્યો, તથા વિશ્વાસઆશ્વાસન આપતો પત્ર હતો. ત્યારે મારે કલેજે ઠંડક વળી. એમાં લખ્યું હતું કે “તમે જરાય ચિંતા કરશો નહિ; તમારા મનના મનોરથ પૂરા થશે; અને તમો સુખેથી ઘરે જલદી ચાલ્યા આવો, તમને મારા સોગન છે કે જલદી ઘરે આવી જાઓ; નહિ આવો તો મારા જીવનનું જોખમ છે.” આટલો બધો પ્રેમ અને વિશ્વાસ તથા બહુ આવકારભર્યું આમંત્રણ દેખી બંનેનો શોક અને ભય દૂર ભાગી ગયા. પ્રેમભર્યો આશ્વાસનપત્ર કેટલું કામ કરે છે ! એના બદલે રોષપૂર્વક ઠપકો જ લખ્યો હોય, તો સામાના ભાંગી પડેલા હૃદયને કેટલો બધો ભારે આઘાત લગાડે ? ને એમાં પોતે નાનડિયા હોય, તેમ ગુન્હાહિત હોય, એટલે ઠપકો સાંભળી કાંઈ બોલી તો શકે નહિ, પરંતુ શું વડીલના પ્રત્યે દિલમાં પ્રેમ અને સદ્ભાવ વધે ? ના, વધે નહિ કિન્તુ ઘવાય, ઓછો થાય. અપરાધી અંગે માનવશાસ્ત્ર : એને પહેલાં સ્નેહ સહાનુભૂતિથી નવરાવી નાખો : આ સાયકોલોજી (માનસશાસ્ત્ર) છે કે સામા અપરાધીને પણ, પહેલાં તો સ્નેહ-સભાવ-સહાનુભૂતિથી નવરાવી નાખો ! તેથી તમારી તરફ એનું હૈયું ઝૂકશે, અને તમારા પર એનો સદ્ભાવ વધી જશે; એના દિલમાં તમારા પર એનો સદૂભાવ વધી એના દિલમાં તમારા કથન માટે ઢાળ ઊભો થશે, તમારે એને ઠપકાનું કાંઈક કહેવું હોય તે કહો, તે અંદરમાં ઊતરશે, તે આદરથી સાંભળશે સ્વીકારશે અને પોતાની ભૂલ હરખથી કબૂલ કરી પસ્તાવા સાથે ક્ષમા માગશે. આ અનુભવની વસ્તુ છે. આ અનુભવ કરશો તો સમજાશે. બાકી ભૂલ કરે એને તો ‘તરત ડામવા-દબાવવા જ જોઈએ, નહિતર માથે ચડી બેસે, ને વંઠી જાય.' એવા ગલત હિસાબ પર અત્યારસુધી ચાલ્યા અને નાનડિયાના કે આશ્રિતના સ્નેહ સભાવ ઘટાડ્યા છે છતાં આશ્ચર્ય છે કે હજી કર્મ ! તારી ગતિ ન્યારી 259