________________ મૂળ પાયામાં, ભાગ્યની બળવત્તા સમજી આપત્તિઓમાં રોદણાં બંધ કરી દેવા જોઈએ. જેવી ભાગ્યની બળવત્તા, એવી ધર્મની પણ એક બળવત્તા છે. માણસ ધર્મસાધના ધર્મપ્રવૃત્તિમાં બહુ જોડાયેલો રહે, સદ્ગુરુઓનાં પડખાં સેવતો રહે, અને એમની પાસે એવું આધ્યાત્મિક બળ ઊભું થાય છે કે પહેલું તો તો કેટલાં ય અશુભ કર્મ દબાઈ જઈને ક્ષુદ્ર ઉપદ્રવો દૂર થઈ જાય છે. યોગબિન્દુ શાસ્ત્ર બતાવે છે કે યોગીજનોની ભક્તિ વૈયાવચ્ચેથી ક્ષુદ્ર ઉપદ્રવો ટળી જાય છે. રોજ બોલીએ છીએ, “ઉપસર્ગો ક્ષય યાત્તિ, છિદ્યત્તે વિદનવલ્લય, મનઃ પ્રસન્નતામતિ, પૂજ્યમાને જિનેશ્વરે.....' જિનેશ્વર ભગવાનની પૂજા કરવાથી ઉપસર્ગ ઉપદ્રવો નાશ પામે છે, વિપ્નની વેલીઓ કપાઈ જાય છે, ને મન પ્રસન્ન પ્રફુલ્લિત બન્યું રહે છે, આ ધર્મની બળવત્તા છે, કે સદા મન પ્રસન્ન રાખે, ને શુભના સંચય થાય, ક્ષુદ્ર અશુભ કર્મો નાશ પામતા આવે. નમસ્કાર મહામંત્રનું જીવન-શરણ રાખનારને અવસરે અવસરે ગેબી સહાય મળ્યાના કેટલાય દાખલા બને છે. પ્ર.- પણ ધર્મીને ઘેર ધાડ કહેવાય છે ને ? ઉ.- એ અજ્ઞાનીઓનો બોલ છે. શું ધર્મહીન માણસોનાં જીવન કેવળ સુખભર્યા જ રહે છે? એમને ધાડ નથી આવતી ? એમ કહો, ધર્માને ઘેર તો કદાચ પૂર્વના અશુભ કર્મના ઉદયે આપત્તિ આવે તો ય ધર્મીને ઘેર ધાડમાં અબજનું દેવું દસ હજારમાં ચુકતે થાય છે. એટલે ? ધર્મ સમજે છે કે, “આ આફત અહીં આ જન્મમાં આવી તે સારું થયું, અહીં મારી પાસે ધર્મની સમજ છે એટલે ટૂંકે પતે છે. નવા અનંતા કર્મ બંધાતા અટકે છે ! દુર્ગતિઓની આપદાઓ સામે આ આપદા શી વિસાતમાં છે ? એમ કરી ચિત્તની સમાધિ જાળવી શકું છું; શુભ ભાવના કરી શકું છું ને તેથી આફતના અશુભ કર્મોની સાથે સાથે બીજા પણ કેટલાંય જથ્થાબંધ અશુભ કર્મોનો ક્ષય થાય છે. એ અશુભ કર્મનું અબજનું દેવું 10 હજારમાં પતવા બરાબર છે, એના બદલે જો આફતનાં કર્મ એવા જ તીવ્ર ઊભા રહી પરભવે એવા કોઈ જનમમાં ઉદય આવતે, તો ત્યાં ધર્મની સમજના અભાવે દુઃખના ગુણાકાર થત, તેમજ અસમાધિ કષાયો અને આરીદ્રધ્યાન થઈને બીજા નવા ભારે કર્મ 2 54 - તરંગવતી