________________ શોકમાં સમય કાઢવો પડ્યો ? એનો જવાબ રુક્મિણીને ભગવાન નેમનાથ સ્વામિ કહે છે. પૂર્વે રાજાની રાણી તરીકે તું બહાર ગયેલી ત્યાં વિયાયેલી મોરલીનું ઇંડું કંકુવાળા હાથે તેં હાથમાં લીધેલું, તેથી એ ઇંડું લાલ થઈ જતાં તે એને નીચે મૂકી દીધું. પરંતુ મોરલી ઇંડાને ઓળખી શકી નહિ. એટલે શોકથી બિચારી ઝૂરવા લાગી ! એમાં સોળ ઘડી પછી વરસાદ પડ્યો, અને એમાં ઇંડા ઉપરનું કંકુ ધોવાઈ જતાં ઇંડું સફેદ થઈ જવાથી મોરલીએ ઓળખ્યું, એટલે એ સ્વસ્થ રાજી થઈ. આમ સોળ ઘડીના વિયોગથી તે સોળ વરસના પુત્રવિયોગનું કર્મ બાંધેલું તેથી અહીં પુત્રનો સોળ વરસનો વિયોગ થયો... “એ ખુલાસો કરતા કહ્યું કે “હસતા તે બાંધ્યા કર્મ રોતાં તે નવી છૂટે પ્રાણિયાજી” આમ હસી ખીલીને વિષયોના રંગરાગ કે દુષ્કતો સેવી બાંધેલા કર્મની ભયંકર સજાઓ લાચારીથી ભોગવવી પડે છે. ત્યાં રોવા સિવાય કોઈ બીજો. આરોવારો દેખાતો નથી. એમ કેટલાક કેદીઓ બંધનમાં પડેલા કરુણસ્વરે રોઈ રહ્યા હતા. ત્યારે બીજા વળી આમ રોતા નહીં હોય, પરંતુ અમને જયાં ત્યાં લાવવામાં આવ્યા, અને અમારી દુર્દશા કરાયેલી જોઈ, તે જોતાં એ બિચારા રોઈ પડ્યા ! પલ્લી-કેદી સ્ત્રીનો તરંગવતીને પ્રશ્ન : ત્યાં કેદ પકડાયેલ સ્ત્રીઓ અમને પૂછે છે કે “તમે અહીં ક્યાંથી આવ્યા ? આ દુષ્ટ ચોરોના હાથમાં શી રીતે તમે ફસાઈ પડ્યા ? તરંગવતી સ્વ વિગત કહે છે : ત્યારે આમ તો મારે એમને કહેવાનો કાંઈ અર્થ નહોતો, કેમકે એ કાંઈ અમને છોડાવી શકે એમ દેખાતું જ નહોતું. પરંતુ દિલનું મહાદુઃખ હળવું કરવાને મેં એમને મારી પૂર્વ હકીકત કહેવા માંડી, ને ચકોર ચકોરીના પૂર્વ ભવથી શરૂઆત કરી. સમય પસાર જ કરવો હતો એટલે ટૂંકામાં ન પતાવતાં વિસ્તારથી તે તે પ્રસંગો તેવા તેવા ભાવ સાથે રોતી રોતી હું વર્ણવવા લાગી. અહીં કેદમાં પડેલી મને બોલવામાં સંકોચ નહોતો, એટલે રોતી જાઉં ને શું શું કેવી રીતે બન્યું એ ખુલ્લા અવાજે ભાવ પૂરીને વર્ણન કરતી જાઉં. એમાં, પૂર્વ ભવનું કથન : અમે ચકોર ચકોરી કેવી ક્રીડા કરી રહ્યા હતા; એમાં જ્યાં મારા પ્રિય ચકોરને કેવી રીતે અચાનક બાણ લાગીને એ કેવો તરફડી રહ્યો હતો ! તે રોતાં રોતાં હું કહી રહી હતી. એના પર બાણ મારનાર પારધી એનું દુ:ખ 232 - તરંગવતી