________________ કરવાની વચમાં કાંક નરસું કામ થઈ ગયું, તો તે ય અહીં સુખની આડે આવીને ઊભું રહેશે. જેમ દા.ત. આદ્રકુમારે પૂર્વ ભવમાં ચારિત્ર સુંદર પાળેલું, પરંતુ એમાં પત્ની સાથ્વી પ્રત્યે રાગ ઊછળી આવ્યો એ નરસું કામ થઈ ગયું; તો અહીં એના એક માઠા ફળમાં અનાર્ય દેશમાં મનુષ્ય જનમ મળ્યો. અને બીજા માઠાં ફળમાં આગળ પર ચારિત્રથી પતિત થાય છે. ભલે પૂર્વની ભૂલે અનાર્ય દેશમાં જન્મ મળ્યો, અને બીજા માઠાં ફળમાં અનાર્ય દેશમાં જન્મ, છતાં પૂર્વ જન્મની જોરદાર ધર્મસાધનાએ અહીં જાતિસ્મરણ જ્ઞાન થયું ! પ્રખર વૈરાગ્ય ઊછળ્યો અને ચોરી છૂપકીથી આર્યદેશમાં આવી જઈ ચારિત્ર લઈ લીધું ! અલબત દેવીએ હમણાં ચારિત્ર લેવા ના પાડેલી, પરંતુ પૂર્વની પ્રબળ ધર્મ-સાધનાના પ્રતાપે જાગેલા પ્રખર વૈરાગ્યે દેવીના નિષેધને ગણકાર્યો નહિ, પરંતુ સોનાની થાળીમાં લોઢાની મેખની જેમ એટલા પ્રબળ વૈરાગ્યમય ચારિત્રની સાધના વચ્ચે પૂર્વ પત્નીસાથ્વી પર કરેલા રાગનું નરસું કામ અહીં આડે આવ્યું, અને એજ પૂર્વ ભવની પત્ની અહીં શ્રીમતી નામે શ્રેષ્ઠિકુમારી થયેલી એણે એમને ચારિત્રથી પાડ્યા....લખી રાખો, સો ધર્મનાં કામની વચ્ચે કરેલ એક અધર્મનું કાર્ય કેવું સુખની આડે આવે ! એમ, સો પાપના કામની વચ્ચે કરેલું એક સારું ધર્મનું કામ પણ કેવું દુઃખની આડે આવે ! તરંગવતીને પૂર્વ ભવનું આડા હાથનું પુણ્ય બચાવે છે : પદ્મદેવ તરંગવતીને પૂર્વ ભવના કોઈ નરસા ભાવ અને નરસું કામ થઈ જવાના પ્રતાપે અહીં આવા ભયંકર ચોરોના હાથમાં પકડાઈ જવાનું આવ્યું ! અને હવે નજીકમાં દેવીમાતાને ભોગ આપવાનું નક્કી થઈ ગયું છે ! પરંતુ પૂર્વે ભવે કોઈ સારું કામ સારા ભાવ થયા હશે તેનું પુણ્ય અહીં દુઃખની આડે આવી ઊભું. આ કેવું ગેબી રીતે બને છે એ જુઓ એટલે સમજાશે કે કર્મસત્તા મહા વિચિત્ર છે, જે માણસની કલ્પના બહારના પ્રસંગ બનાવી મૂકે છે. આવી કર્મની ગેબી વિચિત્રતા જોઈને માણસે અભિમાન લેવું નકામું છે કે મેં આમ સારું કરી નાખ્યું... ક્રૂર ચોરને દયા : તરંગવતી જ્યારે કેદી સ્ત્રીઓ આગળ રોતી રોતી ગદ્દગદ અવાજે પોતાની પૂર્વની કથની કહી રહી હતી અને બીજી સ્ત્રીઓને ય રોવરાવી રહી હતી, ત્યારે પાદેવને બાંધી જનાર પેલો ચોર બાજુની 236 - તરંગવતી