________________ છે, જુઓ જ્યાં તમારે જવાનું છે ત્યાં નહિ આવી શકું. કારણ મને પૂછશો નહિ; અને તમે ત્યાં મારું નામ પણ લેતા નહિ; તમને મારા સોગન છે. પાદેવ કહે પરંતુ આ જગતમાં જીવને સૌથી વધુ પ્યારું અને સારભૂત પોતાનું જીવન છે. એ તમે અમને આપ્યું તો હવે જરાક ઘરે નહિ આવો ? બેસીને પાણી પીને ચાલ્યા જજો.” ત્યારે ચોર કહે “મારે ત્યાં કોઈની નજરે ચડવું નથી. બાકી તમે જે હવે ખૂબ જ સંતોષથી રાજી થઈને જાઓ છો, એમાં તમારે મારા પ્રત્યે જે કાંઈ કરવાનું તે બધું જ કરી દીધું છે, તમે મને ધનના ઢગલા આપો એના કરતાં આ તમે ખૂબ રાજીખુશીમાં છો એ મારે મન મહાસંપત્તિ છે. લો બસ, એમ કહીને એ ચોર ઉત્તર દિશા તરફ ચાલ્યો ગયો. તરંગવતી સાધ્વી શેઠાણીને કહી રહી છે કે “ગૃહિણી ! એણે જે અમને મોતમાંથી ઉગારી અહીં સુધી લાવી મૂક્યા, અને હવે જ્યારે અમે નિર્ભય બની ગયા, ત્યાં અમારા પર વરસેલ જીવતદાનનો અતિ ઊંચો ઉપકાર પામેલા અમે એને ધનના ઢગલા આપી દેવા તૈયાર છીએ, એ વખતે જે એની નિસ્પૃહતા જોઈ, તેથી અમે દિંગ થઈ ગયા ! પાછો વળી એ કહે છે, | ‘તમે મરણાંત કષ્ટની કેદમાંથી છૂટીને હવે ખૂબ રાજીખુશીથી જાઓ છો એ જ મારે સંપત્તિ છે.” આવો જે નીચેની કક્ષાનો માણસ ગણાય, એનામાં આટલી બધી નિસ્પૃહતા ! અને એને નિઃસ્વાર્થ પરોપકાર કર્યાનો જ મહા આનંદ ? એ ઘડીભર આપણને વિચારતા કરી દે છે. ગુણોનું ગૌરવ, ગુણોનો લોભ, એ માનવજનમની વડાઈ છે. ચોર ચાલ્યો ઉત્તર તરફ, આ બંને ચાલ્યા પશ્ચિમ તરફ. બદલાની અપેક્ષા વિનાના ઉપકારનો આનંદ અદ્ભુત ! બીજા જીવોને આપણે જે શાતા સ્વસ્થતા આપીએ, એનો આનંદ અનેરો છે ! તરંગવતી સાધ્વી પેલી શેઠાણીને આગળની હકીકત જણાવતાં કહે છે કે ગૃહિણી ! અમે ત્યાંથી પશ્ચિમ તરફ ચાલ્યા. જંગલની વચ્ચે ચાલવાનું હતું તેથી કાંઈ આફત ન આવે એ માટે અમે ઉતાવળે ઉતાવળે ચાલ્યા. એમાં મારે ભૂખ તરસ વધી ગઈ, જીભે ય સુકાઈ ગઈ, અને કંઠ પણ સુકાઈ ગયો છે. એટલે હવે ચાલવામાં અરબડિયાં આવે છે. એટલે મેં પ્રિયને કહ્યું હવે પાણી વિના ડગલું આગળ નહિ ચાલી શકાય. માટે કાંઈક તપાસ કરો કે પાણી ક્યાં મળે ? ત્યારે પ્રિય મને કહે જો અહીં છાણાં દેખાય છે એ પરથી લાગે છે કે કર્મ ! તારી ગતિ ન્યારી 243