________________ મહાદુઃખ ભૂલી ગઈ. બંને જણ દેવળમાં પેઠા, બેઠેલા ગોઠિયાઓને સામાન્ય પ્રણામ કરી અંદરના સીતાના મંદિર પાસે જઈ બેસે છે. અજાણ્યા ગામમાં ગેબી સહાય ! : હવે અહીં જેમ પહેલાં લૂંટારાની પલ્લીમાં કે જયાં મોત નિશ્ચિત થયું હતું, ત્યાંથી ગેબી રીતે છૂટકારો મળ્યો, એમ અહીં ગેબી રીતે ઘરભેગા થવાનો એક આધાર મળી આવ્યો ! વાત એમ બની કે જયાં તરંગવતી પઘદેવ મંદિરમાં બેઠા છે, ત્યાં એક ઘોડેસ્વાર યુવાન બહારથી આવીને મંદિરને પ્રદક્ષિણા દેવા મંડ્યો. એમાં એની અને આમની નજર સામસામે મળી, ત્યાં તો ઘોડેસ્વાર યુવાન ઘોડા પરથી ફટાક કરતો નીચે ઊતરી દોડતો અંદર આવ્યો ! અને પદ્મદેવના પગમાં પડી ગયો, અને એકદમ ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યો ! ને રોતાં રોતાં કહે છે, “અરે ! મારા નાના શેઠ ! મને ઓળખ્યો ? હું તમારે ઘરે બહુ કાળથી રહેલો નોકર કુલમાષહસ્તિ !' એ સાંભળતાં જ પદ્મદેવ નમેલા એને બાવડે ઝાલી ઊભો કરીને એને ભેટી પડે છે. કહે છે, ઓહો ! કુલમાષહસ્તિ ! તું અહીં ક્યાંથી ? કેમ ઘરે પિતાજી માતાજી કુશળ છે ને ? બીજા સગા સ્નેહી ખુશીમાં ને ?' પરદેશમાં ઘરનું માણસ જોવા મળ્યું, અને તે પણ જ્યાં કશો આધાર નહોતો, ખાવા માટે ય એક પૈસો નહિ ! ક્યાં જઈને ઊભા રહેવું એની મોટી વિમાસણ ! એવા સમયે ઘરનો જ માણસ જોવા મળ્યો એટલે તો તરંગવતી અને પદ્મદેવની છાતી હરખના આવેગથી ભરુભરુ ને ઉછળઉછળા થઈ રહી છે, શ્વાસ જોરજોરથી ચાલવા માંડ્યા છે. આંખમાં હરખના આંસુ ઉભરાય છે. મનને એમ થાય છે કે “હાશ ! હવે દુઃખના દહાડા ગયા ! નાસ્તિક રાજા પ્રદેશને કેશીગણી પાસે આત્માનો, જૈન ધર્મનો, અને વીતરાગ સર્વજ્ઞ અરિહંત પરમાત્માનો બોધ તથા શ્રદ્ધા મળી, સમ્યક્ત્વ મળ્યું ત્યારે એને કેટલો અપૂર્વ આનંદ થયો હશે કે મગજ પરથી એકદમ જ અત્યંત પ્રાણપ્રિય કરેલી રાણી સૂર્યકાન્તા, અને મોટું રાજ્યપાટ, માનમર્તબો, અને બીજો રસાલો...બધું જ હેઠું ઊતરી ગયું ! મગજ પરથી ઊતરી તો એવું ગયું કે હમણાં સુધીના નાસ્તિક એવા પ્રદેશીએ ત્યાં ને ત્યાં જ ગુરુ પાસે સમ્યક્ત્વ અને શ્રાવકનાં વ્રત ઉચ્ચરી લીધા ! ગુરુનો અપરંપાર ઉપકાર માને છે ! અને ત્યાંથી હવે ઘર તરફ નીચે જોઈને ઘોડો હંકારતાં જીવદયા ભરેલા પગલાં માંડે કર્મ ! તારી ગતિ ન્યારી 247