________________ અને મારા કલ્પાંતનું દુઃખ જોતાં, પારધી પણ પોતાના હાથે અજાણતાં થયેલી આ ભૂલ ઉપર કેવો શોક કરી રહ્યો હતો ! કેમકે એણે તો મોટા હાથીનો શિકાર કરવા બાણ છોડેલું, પરંતુ એ બાણ વચમાં ઊડવા ગયેલા મારા પ્રિય ચકોર પંખીને કેવુંક લાગ્યું ! એ રોતાં રોતાં કહી રહી હતી. એમાં પોતાની ભૂલ અને મારો ભારે કલ્પાંત દેખી, એના ભારે શોકથી પારધીએ પંખીની મરેલી કાયા પર કેવો અગ્નિસંસ્કાર કર્યો, એમાં ઝૂરી રહેલી મેં એની ચિતામાં કેવો જીવતા પૃપાપાત કર્યો, ...એ બધું રોતા રોતાં કરાતું કરુણ વર્ણન સાંભળતાં શ્રોતા સ્ત્રીઓ પણ હાય ! હાય ! કરતી રડી રહી હતી. આ ભવની કથની : એ પછી આગળ વર્ણન લંબાવતાં અહીં જે મને તરંગવતીનો અવતાર મળ્યો તેમજ મારા પ્રિય ચકોરને પધદેવનો અવતાર મળ્યો, બંને મોટા શેઠીઆને ત્યાં જન્મ પામેલા...વગેરે વર્ણન પછી કેવી રીતે સરોવર પર પ્રેમની ક્રીડા કરતા ચકોર ચકોરીને જોઈ મને જાતિસ્મરણ (પૂર્વ ભવનું જ્ઞાન) થયું, એના પર મને કેવી રીતે મારા પ્રિયના વિયોગનું જાલિમ દુઃખ થયું, એ પણ રુદન સાથે કરાતું વર્ણન સાંભળતાં શ્રોતાઓ વળી રોઈ પડ્યા ! એ પછી મેં કેવી રીતે પૂર્વ ભવનો તાદશ ચિત્રપટ્ટ બનાવેલો, તે કૌમુદી મહોત્સવમાં બજારમાં જાહેર મૂકાવેલ, એ જોતાં કેવી રીતે મારો પ્રિય ચકોર જ અહીં પમદેવ થયેલ એ ત્યાં આવી જતાં એના જોવામાં આવ્યો, ને કેવી રીતે એને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું. એને ય કેવો પ્રેમ ઉભરાયો, એમાં વળી એના પિતાએ કેવી રીતે એના માટે મારા પિતા પાસે માગણી મૂકતાં, પિતાજીએ કેવી રીતે ઘસીને ના પાડી; એથી એમાં બંનેને કેવા થયેલ કારમાં કલ્પાંત ! એનું રોતાં રોતાં વર્ણન કર્યું, પછી તો અમો બંને પોત-પોતાના ઘરે આપઘાત કરવા તૈયાર, પણ દાસી દ્વારા અમારાં મિલન. તે આપઘાત ન કરતા કેવી રીતે મોટી આશામાં માંડ ભાગી છૂટ્યા ! ને અહીં ચોરોના હાથમાં કેવી રીતે સપડાઈ ગયા,... વગેરે રોતાં રોતાં વર્ણવતાં, એમાં અમારા સંતાપના આબેહૂબ વર્ણન સાંભળતાં, શ્રોતા કેદી સ્ત્રીઓને પણ ભારે દુઃખ થતાં, ને એ ય બિચારી રોતી જ રહી... દુઃખનાં વર્ણન પણ પોતાને દુઃખ કરે છે, ને બીજાનાં દુઃખનાં શ્રવણ પણ પોતાને દુઃખ કરે છે, ત્યારે દુઃખ તો કેવું ય પીડતું હોય? આ સંસારમાં જીવને દુઃખ કેવી કેવી રીતે પડે છે એ જો ધ્યાન પર લેવાય, તો આ દુઃખદ સંસારની અસારતા હૈયાને સચોટ લાગી જાય. કર્મ ! તારી ગતિ ન્યારી 233